ચેતન પટેલ, સુરતઃ સુરતવાસીઓને નવરાત્રિની અનેક અનેક શુભકામનાઓ...નવરાત્રિનું વ્રત ચાલતુ હોય ત્યારે સુરત આવવું થોડું અઘરું પડે છે. કારણકે, સુરત આવો અને સુરતી જમણવાર જમ્યાં વિના જવું એ અઘરું છે. મારું સ્વભાગ્ય છેકે, નવરાત્રિના પાવન અવસરના સમયે ઈફ્રાસ્ટ્રક્ચર, ખેલ સંસ્કૃતિ અને આસ્થા સાથે જોડાયેલાં પ્રયોજનોનો હું ભાગ બનીશ. તમારો પ્રેમ દિવસેને દિવસે વધતો જાય છે. ગુજરાતના લોકો અને સુરતના લોકોનો ધન્યવાદ કરવા માટે મારા શબ્દો ઓછા પડે છે એટલો પ્રેમ તમે આપ્યો છે. સુરતનો વિકાસ ઠેર-ઠેર દેખાઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, આજે સુરતના વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આનાથી સામાન્ય વર્ગ અને વેપારીઓને અનેક સુવિધાઓ અને લાભ મળશે. સુરતમાં 75 અમૃત સરોવર બનાવવાનું કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. આના માટે જિલ્લાના દરેકને અભિનંદન આપું છું. સાથીઓ સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારીનું શાનદાર ઉદાહરણ છે. ભારતનો કોઈ પ્રદેશ એવો નહીં હોય જ્યાંના લોકો સુરતની ધરતી પર ન રહેતા હોય. સુરત એક પ્રકારે મીની હિન્દુસ્તાન છે. સુરત પર મને ગર્વ છે. આ શહેર સૌનું સન્માન કરનાર શહેર છે. અહીં ટેલેન્ટની કદર થાય છે. અહીં આગળ વધવાના સપના સાકાર થાય છે. જે વિકાસની દોડમાં રોકાઈ જાય છે આ શહેર તેને આગળ લઈ જાય છે. 


પીએમ મોદીએ જણાવ્યુંકે, સુરત શહેર વિકસિત ભારતના નિર્માણ માટે ખુબ મોટી પ્રેરણા છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપની જ્યારે દુનિયામાં ચર્ચા થતી હતી. પિપલ્સ, પબ્લિક, પ્રાઈવેટ અને પાર્ટનરશિપ. આ 4 પી નું ઉદાહરણ સુરત આપે છે. સુરતમાં મહામારી અને આપદાઓ વખતે અહીં અપપ્રચાર કરવામાં આવતો હતો. જો સુરતનું બ્રાડિંગ થઈ જશે તો દરેક સેક્ટરનું બ્રાંડિંગ થઈ જશે. આજે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં સુરતનું નામ છે. અહીં દરેક વ્યાપાર અને કારોબારને આનો લાભ થાય છે. છેલ્લાં 20 વર્ષમાં સુરતે દેશના બાકી શહેરોની સરખામણી ખુબ ઝડપથી પ્રગતિ કરી છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતનું નામ મોખરે છે.


પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, સેકડો કિ.મી. લાંબા ડ્રેનેજ નેટવર્કે શહેરને નવું જીવનદાન આપ્યું છે. લાખો ગરીબો માટે ઘર બનાવ્યાં છે. ડબલ એન્જિનની સરકારે ઝડપથી કામ કરે છે. સરકારની યોજનામાં 4 કરોડથી વધુ દર્દીઓની સારવાર થાય છે જેમાં 32 લાખ લોકો ગુજરાતના અને એમાંય સવા લાખ દર્દીઓ સુરતના છે. મોટાદાનવીર બિલ ગેટ્સે લખ્યું છેકે, તેમાં ગુજરાતના 40 હજાર સાથીઓને અને સુરતના અઢી લાખ લોકોને તેમની મદદ મળી છે. સુરત ખરાં અર્થમાં સેતુઓનું શહેર છે. અનેક ખીણને પાર કરીને લોકોને જોડવાનું કામ કરે છે સુરત. ગ્રીનસીટી પ્રોજેક્ટ જ્યારે પુરો થઈ જશે ત્યારે સુરત ડાયમંડ કરોબોરીઓ માટે પહેલાં નંબરનું હબ બની જશે. 


પીએમ મોદીએ કહ્યુંકે, હું કાશીનો સાંસદ છું, સુરતનું જમણ અને કાશીનું મરણ હંમેશા લોકો યાદ કરે છે. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ કોર્પોરેશનના સમયથી વિકાસ કાર્યોને વેગ આપતા આવ્યાં છે. ડબલ એન્જિનની સરકારમાં સ્વીકૃતિ અને કામની ઝડપ ખુબ ઝડપી રહે છે. નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક પોલીસીથી સુરતને ખુબ લાભ થશે. ઘોઘા-હજીરા રોરો ફેરીથી સુરતને મોટો લાભ થયો છે. રોરો ફેરીથી લોકોનો સમય બચે છે અને પૈસા પણ બચી રહ્યાં છે. 400 કિ.મી.નું અંતર સમુદ્રના રસ્તે સાવ ઘટાડી દીધું છે. 12 કલાકનો સફર હવે 4 કલાકમાં કરી શકાય છે. આગામી દિવસોમાં રોરો ફેરીના નવા રૂટ ખુલશે. સુરતથી કાશી માટે એક નવી ટ્રેન ચલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમાંથી માલસામાન લઈ જઈ શકાશે. વેપારીઓને લાભ થશે. વિજળીથી ચાલતી ગાડીઓ માટે પણ સુરતની ઓળખ થશે. ક્યારેક સેતુ સીટી, ડાયમંડ સીટી, અને હવે ઈલેકટ્રીક વ્હીકલવાળા સીટી માટે સુરત શહેર જાણીતું બનશે.