વતનમાં વડાપ્રધાન : ચૂંટણીમાં વિકાસ કાર્યોથી જનતાને આકર્ષવાની ભાજપની સ્ટ્રેટેજી આ વખતે કામ કરશે?
PM Modi Gujarat Visit: આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે PM Modi, જાણો શું છે વિશેષ કાર્યક્રમ અને ત્રણ દિવસ દરમિયાન તેઓ ગુજરાતના કયા કયા શહેરોમા સભાઓને સંબોધન કરશે
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ચૂંટણીમાં વિકાસ કાર્યોથી જનતાને આકર્ષવાની ભાજપની પહેલેથી સ્ટ્રેટેજી રહી છે. પોતાના ગુજરાતના દરેક પ્રવાસમાં PM મોદી ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ આપે છે. ત્યારે આજથી 3 દિવસ માટે PM મોદી ગુજરાતના પ્રવાસે છે. 3 દિવસમાં ગુજરાતની જનતાને 5 હજાર કરોડથી વધુની ભેટ આપશે. PM મોદીનો ગુજરાતમાં 3 દિવસ મેગા પાવર શો જોવા મળશે. આ 3 દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પર PMનું ફોકસ રહેશે. વડાપ્રધાન આ સભા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ કરશે એ પણ સત્ય હકીકત છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ફોજ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ઊતરી ગઈ છે. ખુદ પ્રધાનમંત્રી મોદી ગુજરાતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપીને ભાજપની વિજયકુચ આગળ રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે. 29 અને 30 સપ્ટેમ્બર બાદ તેઓ ફરીવાર આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. ગુજરાતમાં ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બપોરે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે.
આ પણ વાંચો : મઠીયા-ફાફડા બનાવતા પહેલા સો વાર વિચાર કરજો, દિવાળી ટાંણે જ વધી ગયા તેલના ભાવ
તેઓ ક્યાં ક્યાં સભા કરશે
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 3 દિવસમાં PM મોદી અલગ અલગ જિલ્લાની મુલાકાત લેશે. PM મહેસાણા, ભરૂચ, આણંદ,જામનગરની મુલાકાત લેશે. 3 દિવસમાં PM મોદી ગુજરાતમાં 6 સભાને સંબોધન કરશે. દેલવાડા, જામકંડોરણા, ભરૂચ, જંબુસરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે.
9 ઓક્ટોબર
- આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે પીએમ
- અમદાવાદ એરપોર્ટ થી જ મોઢેરા હેલીપેડ જવા રવાના થશે
- સાંજે 5 કલાકે બેચરાજી ના દેલવાડા ખાતે જનસભા ને સંબોધન કરશે પીએમ
- રૂ. 2890 કરોડ થી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ મોદી
- સભા બાદ મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે, માતાની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે પીએમ
- સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે પીએમ મોદી
- 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ની શરૂઆત કરાવશે અને પોતે પણ શો નિહાળશે
- રાત્રે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે
- અમદાવાદ એરપોર્ટ થી રાજભવન પહોંચશે પીએમ
- રાજભવન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે પીએમ
કોંગ્રેસી MLA અનંત પટેલ પર હુમલો, રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ભાજપની કાયરતા ગણાવી
11 ઓક્ટોબર
- સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે પીએમ મોદી
- જામકંડોરણા માં જંગી જનસભા ને સંબોધન કરશે પીએમ
- બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ
- બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 712 કરોડના નવા પ્રકલ્પ ન ભેટ આપશે
- જનસભા ને સંબોધન કરશે પીએમ મોદી
- સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટ થી મધ્યપ્રદેશ જવા રવાના થશે