ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગાંધીનગર-વારાણસી (Gandhinagar-Varanasi Train) નવીન પ્રારંભ થનાર ટ્રેનને આવતીકાલે તા.૧૬-૦૭-૨૦૨૧ના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલીઝંડી (flag off) આપી પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનનું વડોદરા (Vadodara) ના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે સ્વાગત સાથે વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી ટ્રેન (Train) માં સવાર મુસાફરોનું અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમના સંદર્ભે કલેક્ટર આર.બી. બારડે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Modi આવતીકાલે એક્વાટિક્સ, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું કરશે ઉદઘાટન


કલેક્ટરએ ગાંધીનગર (Gandhinagar) થી આવનાર ટ્રેન (Train) ના સ્વાગત-અભિવાદન કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા અને  કોવિડ (Covid 19) માર્ગદર્શિકા અનુસાર જરૂરી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. મહત્વનુ છે કે, આ વેળાએ વડોદરા શહેરના ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સેવાકીય ઔદ્યોગિક, રમત-ગમત સહિતના ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત નવીન પ્રારંભ થનાર ગાંધીનગર-વારાણસી ટ્રેન (Gandhinagar-Varanasi Train) નું અભિવાદન કરશે.

Corona Vaccine લીધી હશે તો આ યુનિવર્સિટી આપશે 5 માર્ક્સનું ગ્રેસિંગ


આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી. આર. પટેલ, પ્રાંત અધિકારી પટ્ટણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા રાઠોડ, જિલ્લા આયુર્વેદ અધિકારી સુધીર જોષીઉપરાંત પોલીસ, શિક્ષણ, માર્ગ અને મકાન સહિતની કચેરીઓના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Yoga and Naturopathy ની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે લોકોની સારવાર કરી શકશે


ગાંધીનગર (Gandhinagar) થી વડોદરા (Vadodara) સ્થિત છાયાપુરી રેલ્વે સ્ટેશન (Raiway Station) ખાતે આગમન વેળાએ ટ્રેનના સ્વાગત-અભિવાદન માટે વડોદરા (Vadodara) શહેરના રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક, સેવાકીય ઔદ્યોગિક, રમત-ગમત સહિતના ક્ષેત્રોના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી નવીન પ્રારંભ થનાર ગાંધીનગર-વારાણસી ટ્રેન (Gandhinagar-Varanasi Train) ને આવકારશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube