રાજપીપળા : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર સરોવર બંધ કેવડિયાના સાધુ બેટ ખાતે નિર્માણાધીન સરદાર પટેલની વિશ્વની સર્વોચ્ચ પ્રતિમાનાં નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યું હતું અને મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે આ પ્રતિમાનુ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હત્યે કરવાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન સરકાર પટેલની વિરાટતાને વૈશ્વિક ઉંચાઇ આપવા માટે સેવેલુ સ્વપ્ન તેમના જ હસ્તે લોકાર્પિત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ  સ્ટેચ્યુ સાઇટની મુલાકાત કરીને સંપુર્ણ કામગીરીનું અવલોકન કર્યું હતું. તેમમે કહ્યું કે, આ પ્રતિનામાં નિર્માણમાં 90 હજાર મેટ્રીકટન સિમેન્ટ 25 હજાર મેટ્રીક ટન લોખન્ડનો ઉપયોગ થયો છે. 250 જેટલા એન્જીનીયર્સ આ પ્રતિમાને ઓપ આપવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, સરદાર પટેલ યુવા પેઢી અને આગામી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ પ્રતિમા વિશ્વના પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમાં વર્લ્ડકલ્સા પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે. ટ્રાયેબલ મ્યુઝિયમ, મનોરમ્ય ગાર્ડન તથા બોટિંગ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે અને આ સ્થળને ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવાશે. તેમણે દેશની એકતા અને અખંડિતતા માટે અભુતપુર્વ યોગદાન આપ્યું હતું. તેમને દેશની અખંડિતતા માટે જેટલુ વિશાળ કામ કર્યું છે તેની સામે આ મુર્તિ ઘણી નાની છે. જો કેઆ મુર્તિ દ્વારા એક પ્રકારે તેમના કાર્યોને સદાકાળ દેશનાં યુવાનો માટે પ્રેરણાદાયી બનાવવા માટેનો આ પ્રયાસ છે.