PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો સંભવિત કાર્યક્રમ?
નોંધનીય છે કે, પીએમઓ કાર્યાલય તરફથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખનું કનફર્મેશન હજુ બાકી છે. પરંતુ જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવશે.
બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મહાસભાઓ ગજવ્યા બાદ હવે મે મહિનામાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી મે મહિનાની મધ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. જેમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. અહીં 4 લાખથી વધુ લોકોના સંમેલનનું આયોજન થઈ રહ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી 15 મે બાદ ગુજરાતમાં સભાઓ ગજવશે. પીએમ મોદી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે, ત્યારે તેમના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. આ સંમેલનમાં 4 લાખથી વધુ લોકો ભેગા થશે. એટલું જ નહીં, રાજકોટમાં પણ પીએમ મોદી હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં 2 લાખથી વધુ પાટીદારો આ કાર્યક્રમમાં જોડાશે.
નવાજૂનીના એંધાણ વચ્ચે નરેશ પટેલે આજે દિલ્હીનો પ્રવાસ એકાએક કેન્સલ કર્યો, અનેક તર્ક-વિતર્ક
નોંધનીય છે કે, પીએમઓ કાર્યાલય તરફથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખનું કનફર્મેશન હજુ બાકી છે. પરંતુ જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવશે.
ડાયરામાં નોટોનો વરસાદ જોયો હશે પરંતુ અહીં તો ઢગલા થયા! મધ્યરાત્રીએ ફરી કીર્તિદાને રમઝટ બોલાવી
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી માર્ચે પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube