બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. ત્યારે આજે (મંગળવાર) રાહુલ ગાંધીએ દાહોદમાં સભા ગજવી હતી. હવે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મહાસભાઓ ગજવ્યા બાદ 29 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી 29મી મેના રોજ રાજકોટની મુલાકાતે આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ ફાઈનલ થયો છે. 29 મેના રોજ પીએમ મોદી રાજકોટમાં આવશે અને રાજકોટમાં હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે. તેના પહેલા 12 મેના રોજ પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે અને ભરૂચના સરકારી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે. કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે.


સુરતની પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ ગોલ્ડ જીતીને તમામને આશ્ચર્યમાં મૂક્યા, દમદાર છે સંઘર્ષની કહાની


મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી 29 મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે. પીએમ મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. રાજકોટમાં એક હોસ્પિટલના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ 2 લાખથી વધુ પાટીદારોને સંબોધશે. 


આગામી શૈક્ષણિક સત્રથી AMC સંચાલિત સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને આનંદો! ભણવા અપાશે મોબાઈલ


નોંધનીય છે કે, પીએમઓ કાર્યાલય તરફથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખનું કનફર્મેશન થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ચૂંટણીની મોસમ હોવાથી દર મહિને પીએમ મોદી ગુજરાત આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી માર્ચે પણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube