વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રવિવારે પીએમ મોદી વડોદરામાં, સોમવારે બનાસકાંઠાના થરાદ અને અમદાવાદમાં તો મંગળવારે મહીસાગરના માલગઢ, પંચમહાલના જાંબુઘોડામાં અને ગાંધીનગરમાં કાર્યક્રમો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. આ સિવાય અશોક મિલ વિસ્તારમાં પીએમ મોદી જંગી જનસભા સંબોધશે. એટલું જ નહીં, અમદાવાદના અસારવાથી ઉદયપુર ટ્રેનને લીલીઝંડી આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી અમદાવાદને વધુ એક મોટી ભેટઆપશે. અસારવાથી ઉદયપુર બ્રોડગેજ લાઈનને લીલીઝંડી આપશે. 2482. 38 કરોડના ખર્ચે અસારવા-હિંમતનગર-ઉદયપુર 299 કિમી લાંબી બ્રોડ ગેજ લાઈનનું લોકાર્પણ કરાશે.


30મી ઓક્ટોબરે પીએમ મોદીના કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ (રવિવાર)થી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવશે ત્યારે ફરી એકવાર પીએમ ગુજરાતને કરોડોની વિકાસકાર્યોની ભેટ ધરશે. વડાપ્રધાનના પ્રથમ દિવસના પ્રવાસની વાત કરીએ તો 30મી ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે. જેથી હવે ગુજરાતના વડોદરામાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ થશે અને ભારત દેશ સરંક્ષણ સંસાધનો ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. 


31મી ઓક્ટોબરે પીએમ મોદીના કાર્યક્રમ
વડાપ્રધાનના બીજા દિવસના પ્રવાસની વાત કરીએ તો 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી ઝીલશે. ત્યારબાદ પીએમ મોદી બનાસકાંઠાના થરાદ ખાતેથી રૂપિયા 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની જાહેરાત -ખાતમુહૂર્ત કરશે અને જનસભાને સંબોધશે.


1લી નવેમ્બરે પીએમ મોદીના કાર્યક્રમ
વડાપ્રધાન 1લી નવેમ્બરના રોજ સવારે માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે અને સાંજે તેઓશ્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે. આમ, વડાપ્રધાનશ્રીનો આ ત્રિ-દિવસીય પ્રવાસ ગુજરાત માટે મહત્વનો બની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube