15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, અહીં નાખશે ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર છે. તે કચ્છ જશે અને ત્યાં સફેદ રણ માટે જાણિતા ધોરોડો પાસે ગુંદીયાળી ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટે ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો નાખશે.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ પર છે. તે કચ્છ જશે અને ત્યાં સફેદ રણ માટે જાણિતા ધોરોડો પાસે ગુંદીયાળી ગામમાં ખારા પાણીને મીઠું બનાવવા માટે ડિસેલીનેશન પ્લાન્ટનો પાયો નાખશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યુ છે. આકરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એસપીજી ગોઠવી દેવામાં આવી છે. ગુજરાત પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓને જોડવામાં આવશે. તમામની કોરોના તપાસ થશે.
મળતી માહિતી અનુસાર પીએમ મોદી ધોરડોમાં ટેન્ટ સિટીમાં સભાને સંબોધિત કરશે અને ત્યાંથી જ વર્ચ્યુઅલી પ્રસ્તાવિત પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નરેન્દ્ર મોદી સાંજના સમયે સફેદ રણનો નજારો પણ માણશે અને ત્યારબાદ દિલ્હી માટે રવાના થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પહેલાં મોદી રાત અહીં જ ધોરડો ટેન્ટ સિટીમાં રોકાવવાના હતા.
અત્ર ઉલ્લેખનીય છે કે કચ્છના સફેદ રણની મજા માણવા માટે પર્યટકો આ સીઝનમાં અહી મોટી સંખ્યામાં આવે છે. નવેમ્બરથી લઇને ફેબ્રુઆરીના સમયગાળામાં સફેદ રણનો આનંદ માણવાનો યોગ્ય સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube