ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂન,૨૦૨૨ ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહુર્ત કરવામાં આવશે. પીએમ મોદીના હસ્તે રેલવેના વિવિધ રૂ.૧૦૭૪૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ તથા રૂ.૫૬૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ ૧૩ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
      
પીએમ મોદી વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કરશે. કેન્દ્ર સરકાર વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલવે0 પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય  કરવા જઈ રહી છે. આની સાથે આ વિશ્વવિદ્યાલયને કેન્દ્ર યુનિવર્સિટીનો દરજ્જો પણ આપવામાં આવનાર છે. વડોદરામાં વર્ષ ૨૦૧૮ માં રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ રેલ રોડ પરિવહન સિસ્ટમ તથા સંશોધન કાર્યોનો વિસ્તાર  કરવાનો છે.
     
આ વર્ષે કેન્દ્રીય અંદાજપત્રમાં પીએમ ગતિ શક્તિ યોજના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પીએમ ગતિ શક્તિ યોજનાની મદદથી દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનો ઝડપી વિકાસ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ Breaking News: પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે નહીંઃ સૂત્રો
        
પીએમ નરેન્દ્ર મોદી ૭૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાલનપુર - મદાર  ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ, ગેજ પરિવર્તન બાદ અમદાવાદ - બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવશે. આ ઉપરાંત લુનિધાર -  ઢસા, પાલનપુર - રાધનપુર પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
     
પીએમ મોદી ગાંધીધામમાં લોકોમોટીવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કરશે. વિજાપુર - આંબલીયાસણ,નડિયાદ - પેટલાદ, કડી - કટોસણ, આદરજ મોટી - વિજાપુર, જંબુસર - સમની, પેટલાદ - ભાદરણ અને હિંમતનગર - ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામોનું ખાતમુહૂર્ત પણ પીએમના  હસ્તે કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube