• કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જ્યાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આઁખ ભીની થઈ ગઈ હતી.


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદી (narendra modi) કેશુભાઈ પટેલના પરિવાર અને કનોડિયા પરિવારને સાંત્વના આપવાનું ભૂલ્યા ન હતા. એરપોર્ટ પરથી  નીકળીને તેઓ સૌથી પહેલા બંને પરિવારનો મળવા પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતી ફિલ્મોની ફેમસ બેલડી મહેશ અને નરેશ કનોડિયા (naresh kanodia) ના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. પીએમ મોદી કનોડિયા પરિવારને મળ્યા હતા. તેઓએ હિતુ કનોડિયા, નરેશ કનોડિયાના પત્ની અને હિતુ કનોડિયાના પત્ની સાથે વાતચીત કરીને સાંત્વના આપી હતી. બંને ભાઈઓની તસવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પીએમ મોદી બોલ્યા હતા કે, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.’


આજે હીરાબાને ન મળી શક્યા પીએમ મોદી, પ્રવાસના અંતે ઘરે આવે તેવી શક્યતા  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


PM મોદીને જોઈ ગળગળા થઈ ગયા હિતુ કનોડિયા
કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જ્યાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આઁખ ભીની થઈ ગઈ હતી. અહી પીએમ મોદીએ કનોડિયા બંધુઓની તસવીરોને નમન કર્યું હતુ. કનોડિયા પરિવારમાં બંને ભાઈઓની તસવીરો લગાવવામાં આવી હતી. ત્યારે આ વિશે હિતુ કનોડિયાએ મીડિયાને જણાવ્યું કે, દુખની ઘડીએ પીએમ મોદી તેમના ઘરે આવ્યા એ અમારા માટે મહત્વનું છે. જ્યાં પીએમ મોદી ગુજરાતમાં હતા, ત્યારે કનોડિયા બંધુઓ સાથે ભાઈ જેવી લાગણી વ્યક્ત કરતા હતા. તસવીર જોઈને પીએમ મોદીએ કહ્યું કે, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.’ પીએમ મોદી અમારા ઘરે આવ્યા તે અમારા માટે ગર્વની વાત છે. તો પીએમ મોદીએ હિતુ કનોડયા અને તેમના માતા સાથે વાતચીત કરીને દિલસોજી વ્યક્ત કરી હતી. 



પીએમ મોદીએ  કેશુબાપા અને કનોડિયા બંધુઓને શ્રદ્ધાંજલિ આપી, બંને પરિવારોને આપી સાંત્વના 


બંને અમર થઈ ગયા, તેથી અમે મૃત્યુની તારીખ ન લખી 
પીએમ મોદીની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા હિતુ કનોડિયાના પત્ની રડી પડ્યા હતા. તો હિતુ કનોડિયાએ કહ્યું કે, આપ જોશો તો છબીની અંદર જન્મ કે મરણ તિથિ લખતા હોય છે, પણ અમે એ તારીખો લખી નથી. કારણ કે મહેશભાઈ અને નરેશભાઈ ખરેખર અમર થઇ ગયા છે. એ પ્રકારનો પ્રેમ મોદી સાહેબે કહ્યું કે, બન્ને ભાઈનો અપાર પ્રેમ, અદભૂત પ્રેમ ખૂબ પ્રેરણાદાયી છે. લોકોએ તેમાંથી શીખ લેવી જોઇએ તેવા આ બંન્ને વ્યક્તિત્વ છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે નવા પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકાશે, તેને જોઈને લોકો દૂબઈ જવાનું ભૂલી જશે 



કનોડિયા પરિવારમાંથી નીકળીને પીએમ મોદી સીધા જ કેવડિયા જવા રવાના થયા હતા. અહીંથી તેઓ હીરાબાને મળવા જાય તેવી શક્યતા હતી. પણ તેઓ સીધા જ કેવડિયા નીકળી ગયા હતા.