ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના ખૂણે ખૂણે એવુ સૌંદર્ય પથરાયેલું છે કે દેશવિદેશમાં તેના ચાહકો છે. પર્વતો-નદીઓથી લઈને ગુજરાતની પ્રાણી સૃષ્ટિ પણ નોખી છે. ગુજરાતનું ગૌરવ એવા સિંહોના દર્શન કરવા વિદેશથી લોકો આવે છે. ત્યારે ગુજરાતનો એક એવો નજારો સામે આવ્યો છે, જેને જોઈને પીએમ મોદી પણ આફરીન થઈ ગયા છે. પીએમ મોદી (Narendra Modi) એ આ વીડિયોને ટ્વિટર (Twitter) પર શેર કરીને ‘એક્સિલન્ટ’ કહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ ગઈકાલે મોડી સાંજે એક ટ્વીટ કરી, જેમાં કાળિયારનું ઝુંડ એક લાઈનમાં તેજીથી રસ્તો પાર કરતુ દેખાય છે. આ વીડિયો ગુજરાતના ભાવનગર વિસ્તારનો છે. લગભગ 3000 જેટલા કાળિયાર એકસાથે રસ્તો પાર કરતા મનમોહક નજારો દેખાઈ રહ્યો છે. ભાવનગરના કાળિયાર નેશનલ પાર્કમાં શૂટ કરાયેલો આ વીડિયો છે. જેમાં કાળિયારની રસ્તો પાર કરવાની કળા દરેકને અચંબિત કરી દે તેવી છે.



વીડિયોમાં 3000 થી વધુ કાળિયાર રસ્તો પાર કરતા દેખાઈ રહ્યા છે. બ્લેક બગ્સની સ્ફૂર્તિલી હરકત જોઈ તમે પણ આફરીન થઈ જશો. પીએમ મોદીએ ‘એક્સિલન્ટ’કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે.


પીએમ મોદીએ વીડિયો શેર કરતાની સાથે જ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લાઈક્સનું ઘોડાપૂર આવી ગયુ હતું. લોકો વીડિયો બહુ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં વિવિધ ઈમોજીસ સાથે રિપ્લાય આપી રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર સતત વધતી જઈ રહી છે. સોશિયલ મીડિયા પર ફોલો કરાનારા ભારતીય નેતાઓની લિસ્ટમાં તેઓ સૌથી ઉપર છે. તેમના ટ્વિટર હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયન એટલે કે 7 કરોડથી વધુ થઈ ગઈ છે.