• તૌકતે વાવાઝોડામાંથી હેમખેમ બહાર નીકળ્યા હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો

  • આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઇ નિરીક્ષણ સાથે સ્થળ નિરીક્ષણ કરે તેવી પ્રબળ સંભાવના


ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેશે. તેઓ આજે બુધવારે નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે અને ત્યાંથી તેઓ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તૌકતે (gujrat cyclone) થી અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે જશે. પ્રધાનમંત્રી ત્યાર બાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.  ત્યાર બાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હવાઈ માર્ગે નવી દિલ્હી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : તૌકતેનું તાંડવ દર્શાવતા 5 Video, લોકોની નજર સામે મોબાઈલ ટાવર ઢળી પડ્યો...


તૌકતે વાવાઝોડામાંથી હેમખેમ બહાર નીકળ્યા હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. તેમણે ગઈકાલે મીડિયા સંબોધનમા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે સતત સંપર્કમાં રહ્યાં. તેમનું માર્ગદર્શન અને ચિંતા ગુજરાતને મળી રહી છે. 


પ્રધાનમંત્રી સૌરાષ્ટ્રની મુલાકાતે જશે ત્યારે મુખ્યમંત્રી અધિકારીઓ અને મંત્રીઓ સાથે નિરીક્ષણ માટે જશે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઇ નિરીક્ષણ સાથે સ્થળ નિરીક્ષણ કરે તેવી પ્રબળ સંભાવના છે. 


આ પણ વાંચો : જો તમે ડાયાબિટીસના દર્દી હશો તો મ્યુકોરમાઈકોસિસ તમારા શરીરના આ અંગને ખોખલું કરી દેશે