PM મોદીએ અમદાવાદની શાળામાં કર્યું મતદાન, ગુજરાતની જનતાને આપ્યો ખાસ સંદેશ
Gujarat Loksabha Election 2024 : લોકસભા 2024 ની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું
Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનના મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. વહેલી સવારથી રાજકારણના દિગ્ગજો પરિવાર સાથે વોટ કરવા પહોંચી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એકસાથે વોટ કરવા પહોંચ્યા હતા. વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલતા પીએમ મોદી અને અને અમિત શાહ રાણીપ ખાતેના નિશાન સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા.
તો વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરતા લખ્યું કે, લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આપના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તન માટે આપ સહુ મતદાન કરો તેવી વિનંતી સહ અપીલ કરું છું. આજે જ્યારે સરકાર દસ વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે ત્યારે લેખાજોખા કરી મતદાન કરવા પધારો એવી વિનંતી.