ચેતન પટેલ/સુરત: 2જી ઓક્ટોબરના રોજ ગાંધીજયંતી હોવાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ગુજરાતની મુલાકાતે આવશે. જેને લઇને સુરતની મુલાકાતે આવેલા ભાજપ(BJP)ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી(Jitu Vaghani) પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમ મોદીના ગુજરાત પ્રવાસને લઇને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીનું અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ ખાતે ભવ્ય સ્વગાત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશમાં હાલમાં જ ભારત દેશનો ડંકો વગાડીને વડાપ્રધાન જ્યારે પરત આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુવાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંચ વાગ્યાના અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અને ત્યારબાદ 5:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે. જેમાં ભાજપના નેતાઓ દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ સાથે 06:15 આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતે પહોંચશે.


અંબાજી અકસ્માત: હૈયા ફાટ રૂદન સાથે મૃતકોને અપાયો અગ્નિદાહ, ગામ હિબકે ચડ્યુ


ગાંધી પ્રતિમાને ફુલહાર કરી કાર્યક્રમમાં હાજરી આપશે. સાબરમતી હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7:00 વાગ્યે રિવરફ્રન્ટ પર ગાંધીજયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ગામોમાં જ્યા સ્વચ્છતા અગ્રીમતા આપવામાં આવી હોય તેવા 10,૦૦૦ જેટલા સરપંચોને બોલાવવામાં આવ્યા છે. તેઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમ પતાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવમાં હાજરી આપશે જ્યાં ભગવાન અંબાજીની આરતી ઉતારી અમદાવાદ એરપોર્ટ રવાના થશે.


જુઓ LIVE TV :