PM Modi visit Vadodara: PM મોદી ફરી 18મી જૂને આવશે ગુજરાત, જાણો શું હશે તેમનો સમગ્ર કાર્યક્રમ?
PM Modi visit Gujarat: વડોદરા એરપોર્ટ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી, મેયર, સાંસદ, ભાજપ પ્રમુખ, મ્યુનિ કમિશનર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના રોડ શોના રૂટ પર શણગાર કરાશે, દબાણો દૂર કરાશે, રોડ પર કારપેટિંગ કરાશે.
રવિ અગ્રવાલ/વડોદરા: 18મી જૂનના રોજ PM મોદી એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. C.R પાટીલે આ અંગેની જાહેરાત કરી છે. પીએમ મોદી વડોદરા એરપોર્ટથી આજવા રોડ લેપ્રસિ મેદાન સુધી 4 કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે. ત્યારબાદ લેપ્રસિ મેદાન ખાતે 5 લાખ લોકોની જંગી સભાને સંબોધશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે તંત્રએ તૈયારીઓ અત્યારથી હાથ ધરી છે. CR પાટીલે લોકોને મહોલ્લા સજાવવા, રંગોળી દોરવા, ઝંડા લગાવવા સહિત વાજતે-ગાજતે પીએમના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપી દેવામાં આવ્યું છે.
વડોદરા એરપોર્ટ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી, મેયર, સાંસદ, ભાજપ પ્રમુખ, મ્યુનિ કમિશનર સહિત અધિકારીઓની હાજરીમાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના રોડ શોના રૂટ પર શણગાર કરાશે, દબાણો દૂર કરાશે, રોડ પર કારપેટિંગ કરાશે. રોડ શોના રૂટ પર વિવિધ રાજ્યોની ઝલક દેખાડતી ઝાંખીઓ પણ મુકાશે. પીએમ મોદી મહિલા લાભાર્થી અને આવાસ યોજના લાભાર્થીઓને સંબોધન પણ કરશે.
નરેન્દ્ર મોદીના કાર્યક્રમના નામમાં થયો ફેરફાર
નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમના નામમાં ફેરફાર થયો છે. આદિવાસી ગૌરવ સંમેલનને બદલે હવે સમરસતા સંમેલન કરાયુ છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી વાંસદા બેઠકના ખુડવેલ ગામે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થઈ રહ્યો છે. વાંસદા સહિતના આદિવાસી વિસ્તારમાં રિવર લિંક તેમજ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. કાર્યક્રમના 4 દિવસ પૂર્વે જ સૂચક રીતે કાર્યક્રમના નામમાં ફેરફાર થયો છે.
વડોદરામાં પીએમ મોદીનો રૂટ બદલાયો
PM મોદી 18 જૂને વડોદરાના પ્રવાસે છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વડોદરામાં PM મોદીના રોડ શોનો રૂટ બદલાયો છે. હવે PM મોદી 5.50 કિમીનો રોડ શો કરશે. અગાઉ માત્ર 4 કિ.મીના રોડ શોનું આયોજન હતું. રહેણાંક વિસ્તારોમાંથી PMનો રોડ શો નીકળશે. હવે એરપોર્ટથી સંગમ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા થઈ આજવા રોડ લેપ્રસી મેદાન સુધી રોડ શોનો નવો રૂટ નક્કી કરાયો છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીના સભ્યોને કાર્યક્રમમાં 5 લાખ લોકોને ભેગા કરવા માટે જણાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, પીએમ મોદી સાથે જ 51 શક્તિપીઠોમાં એક પાવાગઢ યાત્રાધામ ખાતે મહાકાલિકા માતાજીના દર્શન કરી પાવાગઢની મુલાકાત લેશે. સાંઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજિત કાર્યક્રમમાં સીઆર પાટીલે જાહેરાત કરતા જણાવ્યું છે કે, '18મી જૂનના રોજ PM મોદી વડોદરા આવશે.
તેમણે લોકોને જણાવ્યું છે કે, PM મોદી જ્યારે વડોદરા આવે ત્યારે તેમનું સ્વાગત કરવા લોકો ઘરની બહાર નીકળે. આપણે ક્યારેય નહીં થયો હોય તેવો કાર્યક્રમ કરીશું. 5 લાખ લોકોને ભેગાં કરી આ કાર્યક્રમ કરીશું.' પાટીલે જાહેર મંચ પરથી ભાજપના કાર્યકરો અને લોકોને આ અપીલ કરી હતી.
નોંધનીય છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળવાની છે. બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube