PM મોદી ફરી આવી રહ્યા છે ગુજરાત; આ તારીખે કેવડિયામાં આપશે હાજરી, જાણો શું છે તેમનો કાર્યક્રમ?
PM Modi will visit Gujarat: 31 ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે. આ વખતે પીએમ મોદી કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. કેવડિયા ખાતે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
PM Modi will visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવવાના છે. 31 ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે. આ વખતે પીએમ મોદી કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. કેવડિયા ખાતે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
નવાજૂની થશે! સીએમ, પાટીલ સહિત ગુજરાતના નેતાઓ સાથે અમિત શાહની મોડી રાત સુધી બેઠક
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. ત્યારે આ વર્ષે પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદીએ વર્ષ 2019, 2020, 2022માં એકતા પરેડમાં હાજરી આપીને દિપાવ્યો હતો.
Navratri 2023: પ્રથમ દિવસે ખેલૈયાઓએ મચાવી ધમાલ, જુઓ રાજ્યભરના ગરબા એક ક્લિકમાં
SOUમાં એકતા પરેડ
31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ફરીથી વર્ષ 2023માં નરેન્દ્ર મોદી એકતા પરેડમાં હાજરી આપવા માટે એકતા નગર ખાતે 31 ઓક્ટોબરના રોજ આવી રહ્યા છે. આ એકતા પરેડમાં સી.આઈ.એસ.એફ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, એન.સી.સી, દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે અનેક કલાકારો પણ પહોંચશે.
બીજે નોરતે સોનામાં જબરદસ્ત મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ
ગયા વર્ષે પહેલીવાર એરફોર્સ દ્વારા એકતા પરેડ દરમિયાન એર શૉ પણ કરવામાં આવ્યો હતો. કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાતના ગરબા, કથક નૃત્ય અને પંજાબના ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.