9 માર્ચે PM મોદી આવશે ગુજરાતના પ્રવાસે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નિહાળશે ક્રિકેટ મેચ, જાણો શું છે કાર્યક્રમ?
પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોશે, ત્યારે તેમની સાથે રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા વાઈઝ કાર્યકર્તાઓ મેચ નિહાળશે. આ સિવાય વિધાનસભા વાઈસ 500 જેટલા કાર્યકર્તાઓ મેચ નિહાળશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવનાર છે, એટલે કે આગામી 9 માર્ચે ગુજરાતની મુલાકાતે લેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ તથા પીએમ મોદી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળશે. અમદાવાદ નમો સ્ટેડિયમ ખાતે પીએમ મોદી મેચ નિહાળશે.
પીએમ મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોશે, ત્યારે તેમની સાથે રાજ્યભરમાંથી ભાજપના વિધાનસભા વાઈઝ કાર્યકર્તાઓ મેચ નિહાળશે. આ સિવાય વિધાનસભા વાઈસ 500 જેટલા કાર્યકર્તાઓ મેચ નિહાળશે.
ઑસ્ટ્રેલિયાના PM અને PM મોદી સાથે જોશે મેચ
સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનીજ સાથે જોશે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, તેથી આ પ્રસંગ વધુ ખાસ બનશે. અને આ મેચ પણ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે.
પીએમ મોદી અમદાવાદ આવશે
અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ જોવા માટે પીએમ મોદી પણ સ્ટેડિયમ પહોંચશે. આટલું જ નહીં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝની આ છેલ્લી મેચના સાક્ષી બનવા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ ભારત આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બંને દેશોના વડાપ્રધાન સ્ટેડિયમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળશે.
9 માર્ચથી ટેસ્ટ શરૂ થશે
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાંનું એક છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી શરૂ થશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જોવા અમદાવાદ આવશે.
પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાશે
ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારત આવશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે. શ્રેણીની આગામી ત્રણ ટેસ્ટ મેચ દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદમાં રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તમામ મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર પણ બની જશે.