Gujarat Election 2022: ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. ત્યારે ભાજપના પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. હવે રવિવારે પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓ સંબોધવાના છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને જંગી રેલીઓને સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે મિશન મધ્ય અને દક્ષિણ ગુજરાત પર PM મોદીની નજર છે. પ્રથમ દિવસે એક રોડ શો અને ત્રણ જનસભા સંબોધશે. સૌથી પહેલાં ભરૂચના નેત્રંગમાં જનસભા સંબોધશે. ત્યારબાદ ભરૂચ બાદ ખેડામાં PM જનસભા સંબોધશે. સુરતમાં પ્રધાનમંત્રી મોદી ભવ્ય રોડ શો કરશે. 27 કિ.મી. સુધી જનતા અને કાર્યકરો PMનું સ્વાગત કરશે. રોડ શો બાદ મોટા વરાછામાં જનસભા સંબોધશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube