અલ્કેશ રાવ, પાલનપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19 તારીખે બનાસકાંઠાના દિયોદરમાં બનાસડેરીના નવીન પ્લાન્ટના ઉદઘાટનમાં આવનાર છે. જેને લઈને કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું અને તંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિયોદરના સણાદર ખાતે બનાસડેરીનો નવીન અત્યંત આધુનિક પ્લાન્ટ બનીને તૈયાર છે. ત્યારે તેનું ઓપિંગ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલે આવવાના હોઈ બનાસડેરીના પ્લાન્ટ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે તેનું નિરીક્ષણ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સાથે પહોંચી પ્રધાનમંત્રીના કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ અને ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કાર્ય હતું. તે બાદ ગૃહમંત્રીએ બનાસડેરીના નવીન પ્લાન્ટની અત્યાધુનિક ટેકનોલોજી અને વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈને તેની સમજ મેળવી હતી અને કહ્યું હતું કેપ્રધાનમંત્રી 19 તારીખે દિયોદરની વર્લ્ડ કલાસ બનાસડેરીનું ઓપનિંગ કરવા આવી રહ્યા છે.


ગુજરાતમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે આ પહેલી ઘટના છે.આ કાર્યક્રમને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા ખુબજ ઉત્સાહ પૂર્વક ચાલી રહી છે.જેની કિલોમીટર સુધી લાંબી વ્યવસ્થા બનાસડેરી દ્વારા કરવામાં આવી છે.


પ્રધાનમંત્રીએ અનેક વાર તેમના વિચારો બનાસડેરી માટે ડીસાના બટાકા માટે રજૂ કર્યા છે તે સાકાર થતા નજરે પડી રહ્યા છે. દેશમાં નહિ પણ દુનિયામાં બટાકાની આ પ્રકારની ચિપ્સ અને અન્ય પ્રોડકટ બનાવવાની અત્યાધુનિક ફેકટરી સૌથી મોટી અને પહેલી જર્મની ટેકનોલોજીની જોડે બનેલી છે. ક્યાંકને ક્યાંક દૂધની ક્રાંતિ એ બનાસકાંઠાના લોકો માટે આવકનું સાધન બન્યું છે એજ રીતે બટાકા પણ બનશે.


જોકે અસસુદીન ઓવેસીએ ગુજરાતના હિંમતનગર અને ખંભાત મેં જે બન્યું તેના માટે ગુજરાત સરકારની નિષ્ફળતા જવાબદાર હોવાનું કહેતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે .ઓવેસીનું કામ શુ છે તેમના વિચારો શુ છે એ દેશ ભરના લોકો જાણે છે. ગુજરાતની એકતા,ભાઈચારો અકબંધ રહશે અને ગુજરાત વિકાસની દિશામાં ઝડપી આગળ વધી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube