ગુજરાત : વડાપ્રધાન આજે ગુજરાતના પ્રવાસે છે. બે દિવસના ગુરજાત પ્રવાસમાં તેઓ અસંખ્ય કામોનું લોકાર્પણ કરશે. જેમાં ગુજરાતનો સૌથી મોટા એવા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. જેના બાદ મેટ્રો ટ્રેન સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામા આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેટ્રોનું ઉદઘાટન કરશે
અમદાવાદને 14 વર્ષની રાહ જોયા બાદ મેટ્રો મળી રહી છે. અમદાવાદમાં મેટ્રોનો પહેલો પ્લાન 2005માં કેન્દ્ર સમક્ષ મુકાયો હતો. તેના 14 વર્ષ પછી મેટ્રોનો પ્રથમ 6.5 કિમીનો વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના રૂટનું આજે ઉદઘાટન કરાશે. તેના બાદ 6 માર્ચથી ટ્રેન સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામા આવશે. વડાપ્રધાન મોદી ખુદ વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસ રોડ સ્ટેશન સુધી મુસાફરી કરશે. 



પ્રધાનમંત્રી મોદીનો આજનો કાર્યક્રમ


  • પ્રધાનમંત્રી આજે 11.30 કલાકે જામનગર પહોંચશે. અહીં તેઓ 750 પથારીની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. અહીં તેઓ સૌની યોજના પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે.

  • જામનગરમાં જનસભાને કરશે સંબોધન

  • બપોર બાદ તેઓ અમદાવાદમાં આવીને વિશ્વ ઉમિયાધામ સંકૂલનું ભૂમિપૂજન કરશે. 

  • ત્યાર બાદ વસ્ત્રાલ ગામ સ્ટેશન પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

  • તઓ મેટ્રોમાં સવારી કરીને મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે.

  • સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધન કરશે. સાથે જ 1200 પથારીની સિવિલની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે

  • આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

  • ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે 



પીએમ માટે ચુસ્ત બંદોબસ્ત
પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત પ્રવાસે છે. ત્યારે રાજ્યની પોલીસ સ્ટેન્ડ બાય થઈ છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે પોલીસનું ગ્રાઉન્ડ રિહર્સલ યોજાયું હતું. વર્તમાન સ્થિતિને જોઈ પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચ, એસઓજી અને સાઈબર ક્રાઈમ સક્રિય થઈ છે. સાથે જ એટીએસને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એરપોર્ટ, સિવિલ, વિશ્વ ઉમિયા ધામ ગાંધીનગર અને વસ્ત્રાલ સહિતના સ્થળો પર પોલીસે રિહર્સલ કર્યું હતું. એરપોર્ટથી લઇ કાર્યક્રમના તમામ સ્થળ અને રસ્તાઓ પર પોલીસ ખડકાઈ છે. સીસીટીવી વાન, વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર વાન, હોક્સ્ક્વોડ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વજ્ર વાહન, એનએસજી ટિમ, એસઆરપી, સીઆરપીએફ તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ અને વસ્ત્રાલ ખાતે 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઇ, 25 પીએસઆઇ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. તો વિશ્વ ઉમિયા ધામ ખાતે 1 એડિશનલ ડિજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઇ, 450 પીએસઆઇ, 3500  પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે.