કેવડિયાથી આવ્યા સારા સમાચાર, આવતીકાલે PM Modi ગુજરાતને આપશે મોટી ભેટ
- પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કેવડિયામાં નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવશે
- સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા મુસાફરોને અંડર વોટર હોટલનુ નવુ નજરાણુ મળશે
ઝી મીડિયા/બ્યૂરો :કેવડિયામાં હાલ ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ રહી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ની મુલાકાતે આવનાર છે. ત્યારે તેઓ ગુજરાતને મોટી ભેટ આપનાર છે. પીએમ મોદી (narendra modi) દ્વારા આવતીકાલે કેવડિયામાં નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવવામાં આવનાર છે.
કેવડિયામાં બનશે અંડર વોટર હોટલ
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કેવડિયા (kevadiya) માં નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવશે. જેમાં PM મોદી એરપોર્ટ અને અંડર વોટર હોટેલનું ભૂમિપૂજન કરી શકે છે. તો બીજી તરફ, કેવડિયાને એરપોર્ટ પણ મળવાનું છે. અદ્યતન એરપોર્ટથી કેવડિયાની કનેક્ટિવિટી વધશે. તો સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા મુસાફરોને અંડર વોટર હોટલ (under water hotel) નુ નવુ નજરાણુ મળશે. આ સાથે કેવડિયા વર્લ્ડ બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.
આ પણ વાંચો : આ જ્યોતિષીઓએ મળીને સોની પરિવારના રૂપિયા ખંખેરી કંગાળ બનાવ્યા, મોત સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો
[[{"fid":"311989","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kevadia_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"kevadia_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kevadia_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"kevadia_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"kevadia_zee.jpg","title":"kevadia_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
આજે રાજનાથ સિંહ પહોંચ્યા કેવડિયા
હાલ કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે આર્મી, નેવી, એરફોર્સની ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી રહી છે. 4 માર્ચથી કેવડિયા ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ત્યારે આવતી કાલે PM મોદી આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપવા આવશે. આવતીકાલે પૂર્ણાહુતિ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરવાના છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા, સવારે 8 વાગ્યા બાદ ઘરમાં ત્રાટક્યા હતા લૂંટારું
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાની અનેક કોન્ફરન્સ પણ યોજાઈ રહી છે. ડિફેન્સની કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ કોન્ફરન્સમાં આર્મીના પીએમો, રક્ષા મંત્રલાય અને ડિફેન્સના અધિકારીઓની હાજરી છે. આવતીકાલે પીએમ આવવાના હોઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દ્વારા ગરુડેશ્વર તાલુકો કેવડિયા વિસ્તારનો ડ્રોન ઝોન નક્કી કરી રિમોટ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.