શું માયા કોડનાની ફરી રાજકારણમાં સક્રિય થશે? મહિલા અધિવેશનમાં મંચ પર મળ્યું સ્થાન
ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે હોઈ તેઓ આ મંચ પરથી દેશની મહિલાઓને સંબોધશે.
કિંજલ મિશ્રા/ગાંધીનગર : ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે હોઈ તેઓ આ મંચ પરથી દેશની મહિલાઓને સંબોધશે. આજે તમામ મુદ્દાઓની વચ્ચે માયા કોડનાની ની રાજકારણ માં સક્રિયતા અંગે મહિલા કાર્યકર્તાઓ માં ચર્ચા શરૂ થઈ ગઈ. જેનું કારણ હતું માયા કોડનાનીને રાષ્ટ્રીય કર્યક્રમમાં અપાયેલું મંચ પરનું સ્થાન. ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય કારોબારીના બીજા દિવસે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન તથા નરોડા ગામ કેસમાં આરોપી માયા કોડનાની હાજર રહ્યા હતાં. જેમને ભાજપના રાજ્ય અને કેન્દ્રના પદાધિકારીઓ સાથે મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. જેને લઈને માયા કોડનાનીની રાજકારણમાં સક્રિયતાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
નરોડા પાટીયા કેસમાં માયા કોડનાનીનો રાજકીય વનવાસ લગભગ 10 વર્ષનો રહ્યો હતો. હાઇકોર્ટમાંથી રાહત મળ્યા બાદ તેમણે ક્યારેય રાજકીય ષડયંત્ર અંગે કોઈ વાત કરી નથી. સાથે જ ભાજપના કાર્યક્રમોમાં ધીમે ધીમે તેમની હાજરી થતી રહી. આજે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મંચ પર મળેલું સ્થાન જ આગામી દિવસોમાં તેમની રાજકીય સક્રિયતાના સંકેત આપે છે.
મહિલા અધિવેશનમાં સવારે 9 વાગ્યાથી સત્રની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલી મહિલા કાર્યકર્તાઓની 6 અલગ અલગ ઝોન વાઇસ બેઠક હાથ ધરાઈ. આ બેઠકમાં દરેક રાજ્યની સમસ્યા તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સારા અને નરસા પાસાઓની ચર્ચા કરવામાં આવી. તો સાથે જ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખીને રોડ મેપ નક્કી કરાયો છે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આજે મહિલા મોરચાના કાર્યક્રમમાં હાજરી આપશે. 'સન્માન તથા ગરિમા પૂર્ણ જીવન ભાજપનું સંકલ્પ’ મુદ્દા પર સંબોધન કરશે. સાથે જ મહિલાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલી મહત્વની યોજનાઓ 5 વર્ષમાં કરવામાં આવી છે એ અંગે પણ સંબોધન કરશે.
[[{"fid":"196010","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-22-11h41m58.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-22-11h41m58.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-22-11h41m58.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-22-11h41m58.jpg"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-12-22-11h41m58.jpg","title":"vlcsnap-2018-12-22-11h41m58.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
મહિલાઓને સાડી ગિફ્ટ કરાઈ
આ અધિવેશનમાં ભાગ લેનાર મહિલા આગેવાનોને ગિફ્ટ તરીકે સાડી ગિફ્ટ કરવામાં આવનાર છે. ગુજરાતની અતિથિ પરંપરા જાળવવા માટે મહિલાઓને આ સ્મૃતિ ભેટ આપવામાં આવવાની છે. ત્યારે ગિફ્ટ પેક કરવામાં અનેક મહિલા નેતાઓ જોડાઈ હતી.
આજે અધિવેશનમાં કેન્દ્ર સરકારની યોજનાઓને બિરદાવતો અભિનંદન પ્રસ્તાવ તથા 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પ્રસ્તાવ પરિત કરશે. 4 વાગ્યાની આસપાસ અધિવેશન પૂર્ણ કરવામાં આવશે. 5 વાગ્યે પીએમ મોદી ત્રિમંદિર આવશે અને મહિલાઓને સંબોધશે. આજે અધિવેશનમાં પીએમના આ આગમનને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડથી આખા પરિસરનું ચેકીંગ હાથ ધરાયું હતું. સાથે જ 5000થી વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે મહિલા અધિવેશન હોવાના કારણે મહિલા પોલીસ કર્મીઓને વધુ ડિપ્લોય કરવામાં આવી છે.