બ્રિજેશ દોશી/ગાંધીનગર : 25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. જેમાં દરેક ગામડાઓમાં 100-100 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં જે તે રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. ખેડૂતો સુધી મોદી સરકારની વાત પહોંચાડવા તમામ આગેવાનોને 2-2 દિવસ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા સૂચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસ્ક મુદ્દે 'બિન પગારી ફુલ અધિકારી બનેલ' કોન્સ્ટેબલ સસ્પેન્ડ, યુવાનને માર્યો હતો માર


આ અંગે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતના સાંસદો, ધારાસભ્યો, હોદેદારોની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. જેમાં તમામ આગેવાનોને ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવા સૂચના આપી છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ આગેવાનોને સૂચના આપી તો સાથે જ કહ્યું કે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ પણ ગ્રામ્ય વિસ્તારોમાં હાજર રહેશે. સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ હોદેદારો પણ 25 ડિસેમ્બરના કાર્યક્રમમાં ભાગ લેશે. જે તે ગામડાઓમાં પીએમ મોદીનું સંબોધન લાઈવ બતાવવા આયોજન કરવામાં આવ્યું છે. 


Gujarat Corona Update: રાજ્યમાં 61 દિવસ બાદ કોરોનાનો સરકારી આંકડો 1000ની નીચે, નવા 960 દર્દી નોંધાયા


ખેડૂતોના હિતમાં આ સરકાર કામ કરી રહી હોવાના સ્પષ્ટ સંદેશ સાથે ભાજપ ખેડૂતો અને લોકો સુધી પહોંચશે. 25 ડિસેમ્બરે દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18 હજાર કરોડ રૂપિયા પણ જમા થશે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની યાદમાં ભાજપ દર વર્ષે સુશાસન દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે આ ઉજવણી ને વિશિષ્ટ બનાવીને ખેડૂતો સુધી પહોંચવામાં આવશે. પીએમ મોદીની સરકાર સતત ખેડૂત હિત માં નિર્ણય કરી રહી છે અને અત્યાર સુધી લીધેલા નિર્ણયો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. જો શક્ય હશે તો પીએમ મોદી આંદોલનનો અંત લાવવા કોઈ જાહેરાત કરે તેવી પણ શકયતા જોવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube