રાજેન્દ્ર ઠક્કર/ ભુજ : વડાપ્રધાન PM મોદી દ્વારા દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં સમા વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ પાર્ક, અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. કચ્છ માટે ગેમ ચેન્જર'' બનશે હાઈબ્રિડ પાર્ક પ્રોજેક્ટ. પશ્ચિમ કચ્છમાં પણ વિકાસ ની વધુ ક્ષિતિજો સરહદ ની સુરક્ષા સાથે રોજગારી વિશાળ તકો પણ ઉભી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસના પ્રવાસમાં 15મી ડિસેમ્બરે કચ્છ આવી રહ્યા છે. આ દરમ્યાન તેઓ દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં સમા વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ પાર્ક અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dy.CM એ સરકારની સ્થિતી સ્પષ્ટ કરી, કોરોના કાળના બહાના હેઠળ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ સહ્ય નહી


વૈકલ્પિક ઊર્જા માધ્યમથી વીજ ઉત્પાદનનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય તરફ આગળ વધતી મોદી સરકાર માટે વિશ્વનો આ સૌથી મોટો પ્રોજેકટ એક હરણફાળ છે અને પાકિસ્તાનને જોડતી સરહદ નજીકનું નિર્માણ હરિત ઊર્જા ઉત્પાદનમાં ક્રાંતિકારી છે. જ્યારે કચ્છ માટે સીમા સુરક્ષાની નજરે, વિશાળ ભૂમિવાળા પ્રદેશનો ઔદ્યોગિક ઉપયોગ અને વિન્ડ -મિલો સામે સ્થાનિક કક્ષાએ પક્ષીઓના મોત સહિતનાં મુદ્દા સાથે વિરોધની વચ્ચે આ ઐતિહાસિક બદલાવ લાવતો પ્રકલ્પ બની રહેવાનો છે. જિલ્લાનાં ઔદ્યોગિક વિકાસ માટે ભૂકંપ પછી વિકાસનો બીજો મહત્ત્વનો તબક્કો બનીને નવું રોકાણ લાવવા સાથે ગેમ ચેન્જર બનશે.


લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા જુનિયર ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે: નીતિન પટેલ


ભૂકંપ પહેલાં કચ્છમાં કુલ 2500 કરોડ આસપાસ ઔદ્યોગિક રોકાણ હતું, આ આપત્તિ પછી ટેકસ હોલીડે મળ્યો અને બંદરીય વિકાસ થયો એ દરમ્યાન તબક્કાવાર અત્યારે 20 વર્ષ દરમ્યાન દોઢ લાખ કરોડ જેટલું રોકાણ આવ્યું, પરંતુ હવે હાઇબ્રિડ પ્રોજેકટથી આગામી 4-5 વર્ષમાં એટલું જ વધુ રોકાણ આવશે. કચ્છની સીમાએ વિશાળ જમીનના સદ્ઉપયોગની સાથે સાથે ગ્રીન ઊર્જા ઉત્પાદનનાં પોતાનાં ઊંચા લક્ષ્યને આગળ વધારતો આ હાઇબ્રિડ પ્રોજેકટ જિલ્લાના વિકાસનું સેકન્ડ એડિશન-બીજી આવૃત્તિ છે. આગામી 4-5 વર્ષમાં માત્ર આ પ્રોજેકટમાં જ દોઢ લાખ કરોડનું નવું રોકાણ આવવા આશા છે. કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ PM મોદીના કચ્છના વધુ વિકાસની ખેવનામાં એક વધુ મોરપીંછ ઉમેરાશે. PM મોદીને સવાયા કચ્છી ગણાવતા ચેમ્બર્સના પ્રમુખે PM મોદીની દિઘદ્રષ્ટા અંગે વાત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube