પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આવશે ગુજરાત; આ શહેરમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું કરશે લોકાર્પણ
PM Narendra Modi to visit Gujarat: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખે સુરતની મુલાકાતે પધારી રહ્યા છે. સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી શકે છે. સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે.
PM Narendra Modi to visit Surat: પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. જી હા...17 ડિસેમ્બરે પીએમ મોદી સુરતની મુલાકાતે આવશે. પીએમ મોદી સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે તેટલી જગ્યા બનાવવામાં આવી છે. એટલું જ નહીં, નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટવર્ક કરવામાં આવ્યું છે. નવા ટર્મિનલમાં 5 એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. કસ્ટમ ઈમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટરની સંખ્યામાં પણ વધારો થયો છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 2 એક્ઝિક્યુટીવ લોન્જ બનાવાયા છે.
તમે નહીં ધાર્યું હોય તેવું જાન્યુઆરીમાં થશે! એક નહીં, બે વાવાઝોડાની છે ભયાનક આગાહી
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખે સુરતની મુલાકાતે પધારી રહ્યા છે. સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી શકે છે. સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. સુરત એરપોર્ટનું આ નવું ટર્મિનલ ખુબ આકર્ષક છે. ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક કરાયું છે.નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા છે.
માથું છુંદી નાખ્યું..આંખો ફોડી નાખી! કાળજું કંપાવી દે તેવી હાલતમાં મળ્યો મૃતદેહ
નોંધનીય છે કે, પીએમ મોદી નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવાના હોઈ તંત્ર પણ તૈયારીમાં જોતરાયું છે. જાન્યુઆરી 2019 માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, એપ્રોન અને સમાંતર ટેક્સી ટ્રેક સહિત રૂ. 353 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ કામો પૈકી ટર્મિનલ બિલ્ડીંગ એકમાત્ર કામ છે જે સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે.
પોતાના બાળકોને કોઈના ભરોસે રમવા મોકલતા પહેલા સો વાર વિચારજો! આ કિસ્સો થથરાવી મૂકશે