PM મોદીએ નવા વર્ષે તમામ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી, આપ્યો ખાસ સંદેશ
વિક્રમ સંવત 2077ની વિદાય થઇ ગઇ છે. નવી આશા, નવા ઉમંગ, નવા પડકારો સાથે વિક્રમ સંવત 2078 નો પ્રારંભ આજથી થયો છે. ગત વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી હતી. જો કે આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતા ફરી એકવાર ચમક પરત ફરી હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી મન મૂકીને દિવાળીને તહેવારોની ઉજવણી કરી છે.
અમદાવાદ: વિક્રમ સંવત 2077ની વિદાય થઇ ગઇ છે. નવી આશા, નવા ઉમંગ, નવા પડકારો સાથે વિક્રમ સંવત 2078 નો પ્રારંભ આજથી થયો છે. ગત વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી હતી. જો કે આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતા ફરી એકવાર ચમક પરત ફરી હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી મન મૂકીને દિવાળીને તહેવારોની ઉજવણી કરી છે.
નાગરિકોમાં નવા વર્ષને વધાવવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા વર્ષના પ્રથમ દિવસે જ પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, 'સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!! આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube