Kutch New Year : કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે... PM મોદીએ કચ્છીઓને આપ્યો નવા વર્ષનો ખાસ મેસેજ
PM Modi Wishes On Kutch New Year : પ્રધાનમંત્રી દર વર્ષે અષાઢી બીજે આવતા કચ્છીઓના નવા વર્ષ માટે તેઓને શુભેચ્છાઓ પાઠવે છે, આ વર્ષનો તેમનો કચ્છીઓ માટેનો સંદેશો ખાસ છે
Kutch New Year : શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, પાંજો કચ્છડો બારે માસ... અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ. આ દિવસની કચ્છીઓ ઉત્સાહપૂર્વક રાહ જોતા હોય છે અને ધામધુમપૂર્વક ઉજવણી કરતાં હોય છે. કચ્છી નવા વર્ષ તરીકે, દેશના ખુણેખુણે વિસ્તરેલા કચ્છીઓ માટે આ દિવસ ખુબ મોટો છે. ‘કચ્છી નયે વરે - અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે લખ લખ વધાઇયુ...’ સાથે કચ્છીઓ એકબીજાને આ દિવસે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો.
આજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહી
દાયકા પહેલા આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું, અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા અને રાજા માટે ભેટ સોગાદો લઈ આવતા હતા. જોકે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. તેમાંય અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે.
રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી અને જે 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. ત્યાં કચ્છ રાજનું તત્કાલીન ચલણી નાણું છપાતું અને દર અષાઢી બીજે અહીં નવા સિક્કા બહાર પાડવામાં આવતા હતા. એક સદી પહેલાં મહાદેવ નાકા પાસે નવી ટંકશાળ શરૂ કરવામાં આવી હતી. પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વિંગની કચેરી અને પેન્શનર્સ એસોસિયેશનનની ઓફિસ આવેલી છે.
સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 લોકોના મૃતદેહ મળ્યા, હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ