અતુલ તિવારી/અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીના પત્ની ભગવતીબેનનું અવસાન થયું છે. વિવિધ શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહેલા ભગવતીબહેનનું આજે 11.30 કલાકે નિધન થયું છે. તેઓ ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, કિડનીની તકલીફોથી પીડાતા હતા. આજે વધુ ગભરામણ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેના બાદ તેમનુ નિધન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

55 વર્ષીય ભગવતીબેનના નિધનથી મોદી પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. સિવિલ હોસ્પિટલમાંથી ભગવતીબેનના પાર્થિવ દેહને સેલેટલાઇટ નિવાસ સ્થાને લઇ જવામાં આવ્યો છે. અને સાંજે પાંચ વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા થલતેજ સ્મસાન ગૃહમાં વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


પ્રહલાદભાઈ મોદી ગુજરાત રાજ્ય ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસિન લાઈસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ છે. તો બીજી તરફ, વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે તેમના પરિવારમાં દુખદ ઘટના બની છે.