અમિત રાજપુત/અમદાવાદ : અમદાવાદ - મુંબઈ વચ્ચે પ્રથમ કોર્પોરેટ તેજસ ટ્રેન દોડાવવાની જાહેરાત રેલવે તંત્ર અને આઈઆરસીટીસી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ તેજસ ટ્રેનની વિશેષતાઓથી તમામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જોકે, અમદાવાદ - મુંબઈ વચ્ચે પ્રથમ કોર્પોરેટ તેજસ ટ્રેન અમદાવાદનાં રેલવે યાર્ડમાં ધૂળ - માટી વચ્ચે ટ્રેક પર પડી રહી છે. સૂત્રોની દ્વારા મળેલી માહિતી મુજબ અમદાવાદ - મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનને દોડાવવાની જાહેરાત બાદ કોઈ પણ ટ્રેનને ચલાવનારો વેન્ડર મળ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદા તમે કેમ તેવી રીતે બદલી નહી જાય: નિત્યાનંદની શિષ્યાઓ પર હાઇકોર્ટની લાલ આંખ


સરકાર દ્વારા તેજસ કોર્પોરેટ ટ્રેન મુંબઇથી અમદાવાદ વચ્ચે દોડાવવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આ માટેનાં કોચ પણ અમદાવાદ ડિવિઝન ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. ડિવિઝન દ્વારા આ ટ્રેનના સંચાલન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જો કે આ ટેન્ડર કોઇ પણ પાર્ટી દ્વારા નહી ભરવામાં આવતા રેલવે તંત્ર વિમાસણમાં મુકાઇ ગયું હતું. જો કે ત્યાર બાદ ફરી બે વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હોવા છતા પણ કોઇએ ટેન્ડર ભર્યા નહોતા. જેના કારણે તંત્ર ભોંઠુ પડ્યું હતું. 


પાક વીમા મુદ્દે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે કેન્દ્ર-રાજ્ય સરકારને નોટિસ ફટકારી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube