બનાસકાંઠાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચૂંટણી સભાને સંબોધતા અનેક મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરવાની સાથે વિકસિત ભારત, નવી સરકારનો રોડમેપની ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને પણ યાદ કર્યો હતો. પીએમ મોદીએ ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને ભારે મતથી જીતાડવાની અપીલ પણ કરી હતી. જાણો પીએમ મોદીના સંબોધનની મોટી વાતો.... મોદીએ ટેક્સ મામલે પણ કોંગ્રેસને આડેહાથે લીધી હતી. મોદીએ ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસ જીતી તો તમારી 2 ભેંસમાંથી એક ભેંસ સરકાર લઈ જશે. વારસાઈ ટેક્સ મામલે કોંગ્રેસ પર મોદીએ આકરા પ્રહાર કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતના રણમેદાનમાં ભાજપનું બ્રહ્માસ્ત્ર ઉતરી ચુક્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ડીસાથી ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા. બનાસકાંઠાના ડીસાની સાથે સાબરકાંઠાના હિંમતનગરમાં જનસભાઓ ગજવી કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા. જુઓ ગુજરાતની ધરતીથી PM મોદીના હૂંકારનો આ અહેવાલ....


ગુજરાતમાં બાકી બચેલી 25 લોકસભા બેઠક જીતવા માટે અને કોંગ્રેસની તમામ રણનીતિ ઊંધા પાડવા માટે ભાજપનું બ્રહ્માસ્ત્ર ગુજરાત આવી ચુક્યું છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. સૌથી પહેલા ડીસા અને ત્યારબાદ હિંમતનગરમાં જનસભાઓ કરી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. પ્રધાનમંત્રી સૌથી પહેલા બનાસકાંઠાના ડીસા પહોંચ્યા હતા. જ્યાં તેમણે બનાસકાંઠા અને પાટણથી ભાજપના ઉમેદવાર માટે જનસભા કરી. પોતાના સંબોધનમાં PM મોદીએ બંધારણ બદલવાના કોંગ્રેસના આક્ષેપ પર PMએ જોરદાર પલટવાર કર્યો...


ગુજરાતમાં ભાજપે તમામ બેઠક 5 લાખથી વધુ મતથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. ભાજપના દરેક નેતાઓ 5 લાખની લીડની વાત કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં એક નવી જ વાત કરતાં આખુ બુથ જીતવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતના સ્થાપના દિવસે બે સભા કરી 4 બેઠક કવર કરી છે. જ્યારે  બીજી મેએ વધુ 4 સભાઓ ગજવશે.તેની વાત કરીએ તો. બીજી મેએ સવારે 11 કલાકે આણંદમાં જનસભાને સંબોધિત કરશે.  બપોરે એક વાગ્યે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભા સંબોધિત કરશે તો બપોરે સાડા ત્રણ વાગ્યે જૂનાગઢ અને સાંજે પાંચ વાગ્યે જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. 


- ગુજરાતની ધરતીથી પ્રધાનમંત્રીનો હુંકાર 
- ગુજરાતના સ્થાપના દિવસે સંબોધી 2 જનસભા
- અનામત, ફેક વીડિયો મુદ્દે કોંગ્રેસને લીધી આડેહાથ 
- 'મહોબ્બતની દુકાન હવે ફેક વીડિયોની બની ફેક્ટરી'
- 'રામ મંદિર બનાવ્યું, 370 હટાવી ક્યાં આગ નથી લાગી'
- 'કોંગ્રેસ લોકોમાં ખોટો ભ્રમ ફેલાવી રહી છે'

 


બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં બે જનસભાઓ સંબોધિત કરી ઉત્તર ગુજરાતમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી મેએ હવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિને ખોટી પાડવાનો પ્રયાસ કરશે ત્યારે જોવું રહ્યું કે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ભાજપ માટે કેટલો ફાયદાકારક રહે છે....


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની મોટી વાતો


  • દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, જેનો લાભ આવનારી પેઢીને મળશે..

  • પ્રથમ 100 દિવસમાં શું કામ કરવાનુ છે તે અત્યારથી નક્કી કરી લીધુ છે..

  • દરેક પોલીંગ બુથ જીતવાનું છે..રેખાબેન અને ભરતભાઈ વિજયી બની દિલ્હી મોકલજો..

  • ગુજરાતની જનતાએ ક્યારેય અસ્થિર સરકારને નથી આવવા દીધી...

  • કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી..કોઈ મુદ્દા નથી..કામ કરવાની કોઈ ખુમારી નથી..

  • આ એ જ કોંગ્રેસ છે કે જેણે મારા માતાપિતા ઉપર પણ સંભળાવવાનું ચૂક્યા નહી..

  • '2024ની ચૂંટણીમાં ગેરંટી લઈને આવ્યો છું, ગેરંટી એમ જ નથી અપાતી હિંમત જોઈએ'

  • 2014 પહેલા આતંકવાદ, ગોટાળા, ભ્રષ્ટાચાર, નિરાશામાં દેશ ડુબી ગયો હતો.

  • તમે મને દેશની સેવા કરવાનો મોકો આપ્યો હતો. જેવી રીતે તમે મને 

  • ટ્રેનિંગ અને શિક્ષા આપી તો મેં દેશ સેવા કરવા માટે કોઈ કસર નથી છોડી.

  • મોહબ્બતની દુકાનમાં ફેક વીડિયોથી દુષ્પ્રચાર કરી રહી છે કોંગ્રેસ

  • INDI ગઠબંધન બોખલાઈ ગયું છે એટલે ફેક વીડિયો બનાવીને ફેલાવે છે'

  • ચૂંટણીના બે તબક્કામાં ઇન્ડિ ગઠબંધન ધ્વસ્ત થઈ ગયુ છે

  • જ્યાં સુધી હું છું ત્યાં સુધી ધર્મના આધારે ખેલ નહીં ખેલવા દઉ

  • જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી બાબા સાહેબે બંધારણીય અનામતનું રક્ષણ કરવામાં આવશે

  • વિપક્ષમાં હિંમત હોય તો સામી છાતીએ વાર કરે

  • વિપક્ષ વોટબેંક માટે દલિતો,આદિવાસીઓ,ઓબીસીનું અનામત છીનવા માંગે છે

  • કોંગ્રેસ ઘોષણા કરી બતાવે કે ધર્મના આધારે અનામત નહીં આપીએ

  • બે-બે હાથ કરો, આ દાળભાત ખાવાવાળો શું કરી શકે છે એ દેખાડી દેશે,

  • દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે. અહેમદ ભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે, ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે. આપ સૌને વિનંતી છે આપ કોંગ્રેસથી ચેતતા રહેજો.

  •  જે લોકો પહેલીવાર મતદાન કરવાના તેમને દેશની શું પરિસ્થિતિ હતી એ ખબર જ નહોતી. એકવાર ગુગલ પર જઈને જોજો પહેલાં ચોરી, લૂંટની ખબરો ચાલતી હતી અને આજે શું ચાલે છે આટલા પકડ્યાં, આ એનો જ ફફડાટ છે ભાઈ. લોકો કાળી મજૂરી કરીને ટેક્ષ આપે એને લૂંટાવા દેવાય ભાઈ? અને હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારો હાથ ખેંચે છે.

  • આ વખતે પહેલેથી પણ ઓછી સીટોમાં સમેટાઈ જશે અને રાજસ્થાનમાં તો એક પણ સીટ મળવાની સંભાવના નથી. 

  • વારસાઈ ટેક્સ મુદ્દે કર્યા આકરા પ્રહાર કર્યા હતા.