તમે પણ થઈ જશો કન્ફ્યુઝ! અહીં પીએમ મોદીના ડુપ્લીકેટ વેચી રહ્યા છે પાણીપુરી
આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ચા વેચવાનું કામ કરતા હતા. પરંતુ આ વીડિયો જોયા પછી તમે મૂંઝવણમાં પડી જશો કે શું પીએમ મોદીએ પાણીપુરી પણ વેચવાનું શરૂ કરી દીધું?
આપણે બધા જાણીએ છીએ કે એક જ ચહેરાવાળા કુલ 7 લોકો હોય છે. તેઓ આખા વિશ્વમાં ગમે ત્યાં હોઈ શકે છે, પરંતુ ઇન્ટરનેટે આ વિશાળ વિશ્વને ખૂબ જ નાનું બનાવી દીધું છે અને ઘણીવાર આપણને એકસરખા દેખાતા ઘણા લોકો મળી જાય છે. ત્યારે નરેન્દ્ર મોદી જેવા દેખાતા એક વ્યક્તિનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વ્યક્તિ ગુજરાતનો જ છે અને ત્યાં પાણીપુરી વેચે છે. ચાલો તમને બતાવીએ પીએમ મોદીનો ડુપ્લીકેટ
જોઈને ચકરાઈ જશે મગજ
ફૂડ બ્લોગર eatinvadodaraએ તાજેતરમાં Instagram પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સફેદ કુર્તા પાયજામા પીળા જેકેટ પહેરેલા આ વ્યક્તિને જોઈને તમે પણ છેતરાઈ જશો અને એકવાર જોઈને તમને પણ લાગશે કે શું આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે? પરંતુ તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ છે અનિલ કુમાર ખટ્ટર, જે ગુજરાતના આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં પાણીપુરીનો મોટો સ્ટોલ લગાવે છે. તેમની બોડી લેંગ્વેજ, ડ્રેસિંગ સ્ટાઈલ અને તેમના અંદાજના કારણે તેઓ પીએમ નરેન્દ્ર મોદી જેવા લાગે છે અને લોકો તેમને મોદી ભાઈ કહીને જ બોલાવે છે.
આ પણ વાંચો
કચરામાં ગયેલા પ્લાસ્ટિકમાંથી બનેલું છે PM મોદીનું આ ખાસમખાસ જેકેટ, કિંમત જાણી છક થશો
સુરતના ચોરના શોખ કરોડપતિઓને પણ ટક્કર મારે એવા, ચોરી કરીને ફાઈવસ્ટાર હોટલમાં જતો...
પીએમ મોદીના હમશકલ અનિલ કુમાર ખટ્ટરે જણાવ્યું કે તેમનો સાઇડ ફેસ પીએમ મોદી જેવો જ છે. તેઓ 15 વર્ષની ઉંમરથી અહીં ચાટ વેચે છે. તેઓ પાણીપુરીની સાથે ભેલ પુરી, દહી પુરી, સેવ પુરી અને ટોકરી ચાટ વેચે છે. તેમણે કહ્યું કે આપણા દેશના વડાપ્રધાન પણ પહેલા ચા વેચતા હતા અને પછી દેશના વડાપ્રધાન બન્યા. હું પણ પાણીપુરી વેચું છું અને કદાચ હું પણ આગામી વડાપ્રધાન બનીશ?
લોકોની રમુજી પ્રતિક્રિયા
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને 3.7 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. એક યુઝરે કમેન્ટ કરી કે તેમનો અવાજ પણ પીએમ મોદી જેવો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે કેજરીવાલના ડુપ્લીકેટ પણ દિલ્હીમાં ચાટ પાણીપુરી વેચે છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે કાકા, તમને મોદીજીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા મળી શકે છે.
આ પણ વાંચો
ગુજરાત સરકાર ટેકાના ભાવે આ પાકોની કરશે ખરીદી, રજિસ્ટ્રેશનની આ છે છેલ્લી તારીખ
સ્માર્ટ સ્કૂલનું શ્રેય લેતી ગુજરાત સરકાર શરમમાં મૂકાય તેવી ઘટના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube