ઝી બ્યુરો/અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનો આજે (18 જૂને) જન્મદિવસ છે. તેની સાથે જ હિરાબા (હીરાબેન) તેમના જીવનના 100માં વર્ષમાં પ્રવેશ કરશે. હીરાબા મોદી 100 વર્ષના હોવા છતાં સંપૂર્ણ સ્વસ્થ છે. પરંતુ શું તમને ખબર છે કે હીરાબાના શતાયું થવા પાછળ કયું કારણ જવાબદાર છે? ખરેખર હીરાબા વર્ષોથી તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે. હીરાબા હજુ પણ તેમના ઘરમાં કોઈ પણ આધાર વગર ચાલે છે અને ઘરના તમામ કામ જાતે જ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરાબાને પસંદ છે સાદું ભોજન અને લાપસી
હીરાબાના ફૂડ વિશે વાત કરીએ તો તે મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને લાપસી ખૂબ ગમે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવવામાં આવે છે. જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરે છે, ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક ખાય છે.


હીરાબાના પિયરે પહોંચી ZEE 24 કલાકની ટીમ, પાડોશીઓએ વાગોળી બાળપણની વાતો; વડનગરમાં દિવાળી જેવો માહોલ


કોરોના કાળમાં રસી લઈને સમાજને આપેલું ઉદાહરણ
હીરાબા ભલે 100 વર્ષના થઈ રહ્યા હોય, પરંતુ 6 મહિના પહેલા તેઓ પોતે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા શાળાએ ગયા હતા અને લોકશાહીના આ ઉત્સવમાં પોતે પણ ભાગ લીધો હતો. કોરોનાના સમયે પણ જ્યારે લોકોના દિલમાં રસીને લઈને મૂંઝવણ હતી ત્યારે તેમણે પોતે જ રસી લઈને સમાજની સામે એક દાખલો બેસાડ્યો હતો.


હીરાબાની તબિયત સામાન્ય લોકો કરતા ઘણી સારી છે
અમદાવાદના એક ડાયટિશિયન કહે છે કે 100 વર્ષની ઉંમરે પણ હીરાબાની બીમારીના કોઈ સમાચાર નથી. તેમનું સ્વાસ્થ્ય સામાન્ય લોકોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું છે. સાદો ખોરાક એ સ્વસ્થ જીવનની નિશાની છે. અને તે હંમેશા સાદું ખાવાનું પસંદ કરે છે, તેમાં પણ ઘરનું રાંધેલું ભોજન.


હીરાબાએ પોતાનું આખું જીવન ખૂબ જ સાદગીમાં વિતાવ્યું છે. સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તે માટે હીરાબા એક ઉત્તમ ઉદાહરણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube