મતદાન બાદ PMએ ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા’ બાબતે આપ્યું મોટું નિવેદન
લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી હતી. તેમણએ પોતાની ટ્વિટમાં જનતાને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો વોટ કિંમતી છે...દેશને નવી દિશા મળશે. જેના બાદ તેઓ માતાના આર્શીવાદ લીધા બાદ મતદાન આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. સાથે જ જનતાને લોકશાહીના મહાપર્વમાં સક્રિય ભાગીદાર થવા કરી અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી સાથે અમિત શાહ પણ રહ્યા હાજર હતા. વોટ આપ્યા બાદ પીએમએ લોકોને મેસેજ આપ્યો હતો.
અમદાવાદ :લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી હતી. તેમણએ પોતાની ટ્વિટમાં જનતાને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો વોટ કિંમતી છે...દેશને નવી દિશા મળશે. જેના બાદ તેઓ માતાના આર્શીવાદ લીધા બાદ મતદાન આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. સાથે જ જનતાને લોકશાહીના મહાપર્વમાં સક્રિય ભાગીદાર થવા કરી અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી સાથે અમિત શાહ પણ રહ્યા હાજર હતા. વોટ આપ્યા બાદ પીએમએ લોકોને મેસેજ આપ્યો હતો.
મતદાન બાદ પીએમ મોદીએ આપ્યું નિવેદન
રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યા બાદ પીએમ મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ,'ત્રીજા તબક્કાનું મતદાન છે. મારું સૌભાગ્ય છે કે મને મારું કર્તવ્ય નિભાવવાની ગૌરવભરી પળ ગૃહરાજ્ય ગુજરાતમાં મત આપવાની તક મળી. જે રીતે કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્ર આનંદ આવે છે. તેજ રીતે લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને હું તેવી અનુભૂતિ કરું છું. દેશના તમામ નાગરિકો ભાઈઓ બહેનોને આગ્રહ કરીશ કે તેઓ લોકતંત્રના આ પર્વમાં જ્યાં પણ મતદાન બાકી છે ત્યાં પૂરેપૂરા ઉત્સાહ અને એક ઉત્સવ તરીકે મતદાન કરે. મતદાન કોને કરે કે કોને ન કરે... ભારતના મતદાતા સમજદાર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું તેની વિશેષતા આખી દુનિયા માટે એક અભ્યાસનો વિષય છે.
દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV
દેશમાં નિર્ણાયક સરકાર બનાવવાની તેમની સક્રિય ભાગીદારીનું હું સ્વાગત કરું છું. પહેલીવાર જે લોકો મતદાન કરવા જઈ રહ્યાં છે તેમના માટે આ આખી સદી તેમની પોતાની સદી છે. આ સદીને ઉજ્વળ બનાવવા માટે તેમણે મતદાન કરવાનું છે. મતદારોને વિશેષ આગ્રહ છે કે તેઓ 100 ટકા મતદાનનો સંકલ્પ કરે અને મતદાન કરે. ભારતના લોકતંત્રની તાકાત છે કે દુનિયાને આપણે લોકતંત્રનું શું મહત્વ છે તે ઉદાહરણ સાથે રજુ કરીએ છીએ. એકબાજુ આતંકવાદનું શસ્ત્ર આઈઈડી હોય છે, અને લોકતંત્રનું શસ્ત્ર વોટર આઈડી હોય છે. વોટર આઈડીની તાકાત આઈઈડીની તાકાત કરતા અનેકગણી વધુ છે. તેનું મહત્વ સમજીને વધુમાં વધુ મતદાન કરીએ.'
ઉલ્લેખનીય છે કે, મતદાન આપ્યા બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકો વચ્ચેથી નીકળ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે રાણીપમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જનમેદનીનું અભિવાદન ઝીલતા તેઓ લગભગ અડધો કિલોમીટર સુધી ખુલ્લી જીપમાં નીકળ્યા હતા. મતદાન બાદ તેઓ ચોથા ચરણના મતદાન માટે પ્રચાર કરવા માટે નીકળી જવાના છે.
મતદાન કરતાં પહેલા પીએમ મોદી કર્યા લાડ...જુઓ વીડિયો