અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર એટલે કે ગાંધીજયંતિના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. સાંજે સાંજે 5 વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે અડધો કલાક સાબરમતી આશ્રમ (Sabarmati Ashram)માં વિતાવીને રિવરફ્રન્ટ (Riverfront) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Sarpanch Sammelan)માં ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી દિલ્હી (Delhi) જવા રવાના થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે


  • 5 વાગ્યે બીજેપી દ્વારા સ્વાગત કરાશે

  • 5.30 સ્ટેજ પ્રોગ્રામ એરપોર્ટ પર

  • 6.20 એ વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ પર જઈ ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાજલિ અર્પણ કરશે.

  • 6.50 ગાંધી આશ્રમ રોકાશે

  • 7 વાગ્યે રિવરફ્રન્ટ પર ગાંધીજયંતિની ઉજવણી કરશે

  • રિવરફ્રન્ટ પર 10000 સરપંચો સાથે મુલાકાત કરશે 

  • 8.40એ જીએમડીસી ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવમાં હાજરી આપશે

  • 9.10 જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રહેશે 

  • 9.15 દિલ્હી જવા રવાના થશે


પંચમહાલ: કરાડ નદીના તણાયેલા વિદ્યાર્થીને પોલીસ જવાને જીવના જોખમે બચાવ્યો


અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થશે અને જનસભાને પણ પીએમ મોદી સંબોધન કરશે. અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય જનસભાનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા થઇ રહ્યું છે. પીએમ મોદીના અમેરિકા પ્રવાસની ભવ્ય સફળતાને લઇને તેમનું સ્વાગત થશે. પીએમ મોદી એરપોર્ટ પર સંબોધન કર્યા બાદ ગાંધી આશ્રમ પહોંચશે. જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ અને સુતરની આંટી પહેરાવશે. પીએમ મોદી લગભગ 20 મીનિટ સુધી સાબરમતી ગાંધી આશ્રમ ખાતે વિતાવશે. ત્યારબાદ રીવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. જેમાં ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત દેશ જાહેર કરાશે. મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિચારને આ ભેટ હશે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને લઇને આ જાહેરાત થશે.


જુઓ LIVE TV :