Gujarat Election 2022 સપના શર્મા/અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી માતે પ્રથમ તબક્કાના મતદાનના દિવસે સૌથી લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ શોએ તમામ રેકોર્ડ તોડ્યા હતા. 10 લાખથી વધુ લોકો પીએમ મોદીના રોડ શોમાં જોડાયા હતા. ભારતમા 50 કિલોમીટર આયોજીત સૌથી લાંબો રોડ શો હતો. જેમાં અમદાવાદની 14 વિધાનસભા અને ગાંધીનગરની 1 બેઠકને રોડ શોમા આવરી લેવામા આવી હતી. ચાર કલાકના રોડ શોમા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે હવે આજે પ્રધાનમંત્રીએ પહેલી જનસભા કાંકરેજમાં સંબોધી હતી. જેના બાદ તેઓ ચૂંટણીના પ્રચાર માટે પાટણ પહોંચ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પાટણમાં સંબોધન
પાટણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીની ટક્કર. મોટા મોટા ખેડૂતોને તો કોંગ્રેસ સંભાળે એવુ કહે છે, પણ તમારો દીકરો દિલ્હી ગયો એટલે નાના ખેડૂતોને સાચવે છે
સિદ્ધપુર માતાના તર્પણ માટેની પાવન ભૂમિ છે
અહીંની માતાઓ પહેલા બીમારી હોય તો ઘરે કોઈને કહેતી નથી, તે એવુ વિચારતી કે મારાં દીકરાને દેવા નીચે દબાવવું નહી. પણ જો આવું જ થતું રહેવાનું હોય તો દિલ્હીમાં બેસેલા તમારા દીકરાનું શું કામ? એટલા માટે જ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી
આપણે અહીં બાજરી જેવા મોટા ધાન્ય થાય. મેં આખી દુનિયામાં વાત કરી કે આવા મોટા ધાન સ્વાસ્થ્ય માટે ખુબ સારુ છે
આખી દુનિયા આવતું વર્ષ મિનિટરી વર્ષ ઉજવશે. મિનિટરી એટલે મોટુ અનાજ. 


તો ગઈ કાલે પ્રથમ તબક્કાના મતદાનમાં ઓછા વોટિંગને લઇ પ્રધાનમંત્રીએ પાટણની જનતાને અપીલ કરી હતી કે, વધુમાં વધુ મતદાન કરશો. દરેક બુથ ઉપર જશો.



મોદીનું મિશન ગુજરાત
ગુરુવારે ભવ્ય રોડ બાદ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી અમદાવાદમાં બીજો રોડ શો કરશે. આજે શાહીબાગથી સભા સ્થળ સુધી રોડ શો કરશે, જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં દર્શને જશે. આજે સાંજે 4 વાગે રોડ શો શરૂ થશે. જેના માટે શાહીબાગથી સરસપુર સુધી બેરિકેટિંગ કરાયું છે.