પીએમ મોદીએ અમદાવાદમાં જાપાની ઝેન ગાર્ડનનુ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું, કહ્યું-બે દેશોના સંબંધ મજબૂત બનશે
પીએમ નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) માં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઓનલાઈન ઉદઘાટન કર્યું. સાથે જ પીએમ મેનેજમેન્ટના સભ્યોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ભારત અને જાપાનની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દર્શવાતું એક ઉદાહરણ હશે.
અતુલ તિવારી/અમદાવાદ :પીએમ નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) માં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઓનલાઈન ઉદઘાટન કર્યું. સાથે જ પીએમ મેનેજમેન્ટના સભ્યોને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ભારત અને જાપાનની વચ્ચે ઘનિષ્ઠ સંબંધો દર્શવાતું એક ઉદાહરણ હશે.
તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત અને જાપાનના સંબંધોને આ પહેલ વધુ મજબૂત કરશે. ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશનને પણ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, જાપાન ઇન્ફોર્મેશન અને સ્ટડી સેન્ટર એની મિશાલ છે. જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિ અને સાદગીની સુંદર અભિવ્યક્તિ છે. ભારતીયોએ જે શાંતિને યોગ અને અધ્યાત્મના માધ્યમથી મેળવ્યું છે. એ અહીં જોવા મળશે. કાઝેનનો મતલબ ઈમ્પ્રુવમેન્ટ થાય છે, જે સતત ઈમ્પ્રુવમેન્ટ માટે પ્રેરે છે. હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે મેં આ વિશે સમજીને 2004 માં તેને લાગુ કરાવ્યો હતો. 2005માં અધિકારીઓને કાઈઝેનની ટ્રેનિંગ અપાવી હતી. સરકારી ઓફિસથી ટ્રક ભરીને કામ વગરનો સામાન બહાર કર્યો હતો. આરોગ્ય ખાતામાં કાઇઝેનની મદદથી ફાયદો થયો હતો. પ્રગતિમાં ગર્વનન્સ મહત્વપૂર્ણ હોય છે, વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસમાં ગવર્નન્સ મહત્વનું છે. હું ગુજરાતથી દિલ્હી આવ્યો ત્યારે કાઈઝનથી મળેલા અનુભવો સાથે લાવ્યો હતો. કેન્દ્રના અનેક વિભાગ અને યોજનામાં કાઈઝેનને અપનાવવામાં આવ્યુ છે. મારુ વ્યક્તિગત રીતે જાપાન સાથે જોડાણ રહ્યું છે. જાપાનની કાર્યશૈલી, અનુશાસન હમેશા મને પ્રેરે છે. જાપાનના લોકો ગુજરાત આવે ત્યારે એમને પોતાનું હોવાની લાગણી થવી જોઈએ. જાપાન વાયબ્રન્ટ સમીટ બાદથી આપણી સાથે જોડાયેલું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જાપાનની એકથી એક કંપનીઓ ગુજરાતમાં કામ કરે છે, સંખ્યા 135 જેટલી હોવાનું મને કહેવામાં આવ્યું છે. સુઝુકી, હોન્ડા, મિત્સુબીસી, ટોયોટા જેવી અનેક કંપનીઓ ગુજરાતમાં છે. આ કંપનીઓ યુવાનોને સારું નોલેજ પણ આપી રહી છે. અનેક કંપનીઓનું તો ગુજરાતની અનેક યુનિ. અને ITI સાથે ટાયઅપ છે. ગુજરાતે હમેશા જાપાનને વિશેષ મહત્વ આપ્યું છે. જૂના દિવસો વિશે વિચારું છું તો લાગે છે કે ગુજરાતના લોકોએ કેટલી નાની નાની વાતો પર ધ્યાન આપ્યું
છે. હું સીએમ હતો, બેઠક કરતો હતો ત્યારે એક વાતમાં સામે આવ્યું કે જાપાનના લોકોને ગોલ્ફનો શોખ હતો. આપણા ત્યાં ગોલ્ફ કોર્સ હતા જ નહિ, આપણે તેને વિકસાવ્યા હતા.
તેમણે કહ્યુ કે, ગુજરાતમાં જાપાની ભાષાના જાણકારોની સંખ્યા વધે એવી મારી ઈચ્છા હતી, આજે લોકો શીખે છે. ગુજરાતમાં એક યુનિવર્સિટી જાપાની ભાષા શીખવાડવામાં આવશે. હુ તો ઇચ્છું કે જાપાન જેવી એક સ્કૂલ પણ બને. મને જાપાનની એક સ્કૂલમાં જવા મળ્યું, એ બાળકો સાથે વાત કરી, આજે પણ એ અનુભવ યાદગાર છે.