બ્રિજેશ દોશી/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓની ગુજરાતમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે ફરી એકવાર PM મોદી વતનમાં આવી રહ્યા છે. 27-28 ઓગસ્ટે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. જેમાં 27 ઓગસ્ટે સાંજે અમદાવાદમાં પીએમ મોદીનો કાર્યક્રમ છે અને 28 ઓગસ્ટે પીએમ મોદી કચ્છના પ્રવાસ જશે. કચ્છમાં પીએમ મોદી જંગી જનસભાને સંબોધન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ડિસેમ્બર સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા તમામ પક્ષ એડીચોટી સુધીનું જોર લગાવી ગુજરાતની જનતાને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના ગુજરાત આગમનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવાઇ છે. PM મોદી અમદાવાદ અને કચ્છના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.


અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન, 'રાજ્યની જેમ કેન્દ્ર લાભ આપે તો....'


તમને જણાવી દઇએ કે, અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પીએમ મોદીનો આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ અમુક કારણોસર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે 27 અને 28 ઓગસ્ટના રોજ PM મોદી ગુજરાત આવશે. 


જાણો પીએમ મોદીનો શું છે અમદાવાદ અને કચ્છનો કાર્યક્રમ?


  • - 27-28 ઓગસ્ટે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ

  • - 27 ઓગસ્ટે સાંજે અમદાવાદમાં પીએમ મોદીનો કાર્યક્રમ

  • - 28 ઓગસ્ટે પીએમ મોદીનો કચ્છ પ્રવાસ

  • - કચ્છમાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે

  • - 27 ઓગસ્ટે પીએમ મોદીનું અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

  • - અમદાવાદમાં એક જનસભાને પણ સંબોધન કરશે. 

  • - 28 ઓગસ્ટે કચ્છમાં પીએમ મોદી સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે. 

  • - કચ્છમાં એક વિશાળ જનસભાને પણ સંબોધશે.


સોમનાથ બન્યું ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ, હવે દરેક શ્રદ્ધાળુઓના કપાળે જોવા મળશે ત્રિરંગો


નોંધનીય છે કે, પીએમ મોદી ચૂંટણીના વર્ષમાં છેલ્લા ચાર મહિનાથી સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે આ વખતની મુલાકાતનું તેમનું સીધુ ફોક્સ કચ્છ અને તેની આસપાસના વિસ્તારોનું માનવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ વડાપ્રધાન મોદીની વારંવાર ગુજરાતની મુલાકાતને લઇને ભાજપના કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube