અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ફક્ત હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રદેશ એકમની કોર કમિટીના સભ્યો સાથે બંધ બારણે બેઠક કરી. પાર્ટીના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે શનિવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ પ્રદેશ મુખ્યાલય 'કમલમ' માં બેઠક કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપની બેઠકમાં સામેલ થવાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્યનો પ્રવાસ સમાપ્ત કર્યો અને દિલ્હી માટે રવાના થઇ ગયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજ્યમાંથી પાર્ટીની કોર કમિટીના મોટાભાગના સભ્યો બેઠકમાં જોડાય હતા. બેઠકમાં ભાગ લેનાર મુખ્ય નેતાઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા અને ગણપત વસાવા તથા હાલના લોકસભાના સાંસદ ભારતીબેન શિયાળ તથા રંજનબેન ભટ્ટ છે. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી બેઠક એટલા માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે આ વર્ષે ડિસેમ્બરમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. 

મિશન 2022 માટે AAP એ જાહેર કરી સંગઠનની યાદી: સફીન હસન બન્યા સોશિયલ મીડિયાના સ્ટેટ ઇન્ચાર્જ


સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદીએ આગામી ચૂંટણી માટે સત્તારૂઢ પાર્ટીની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું તથા જીત માટે અભિપ્રાયો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ મુખ્યાલયોમાં પ્રધાનમંત્રીની બેઠક તેમના સત્તાવાર કાર્યક્રમનો ભાગ ન હતો અને તેની યોજના પછી બનાવવામાં આવી હતી. જીતુભાઇ વાઘાણી મીડીયા સાથે વાતચીતમાં કહ્યું કે પ્રધાનમંત્રીએ કોર કમિટીની બેઠકમાં સામેલ થવાનો રાજ્ય નેતૃત્વના અનુરોધને સ્વિકાર કરી લીધો હતો. જોકે તેમણે બેઠકની જાણકારી આપી નહી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube