માતા હીરાબા માટે ચિંતિત PM : હોસ્પિટલમાં પહોંચતા જ પીએમના ચહેરા પર ચિંતા દેખાઈ, જુઓ હોસ્પિટલના અંદરનો Video
PM Modi Mother health LIVE Update : હીરાબાના હોસ્પિટલ દાખલ થયાના સમાચાર મળતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ યુએન મહેતા હોસ્પિટલમાં તબીબો પાસેથી માહિતી મેળવીને નીકળ્યા હતા... પીએમ મોદી રાજભવનમાં રાત્રિરોકાણ કરે તેવી શક્યતા
PM Modi Mother health LIVE Update : હીરાબાની તબિયત લથડતાં મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવીને તેઓ સીધા યુએન મહેતા હોસ્પિટલમાં માતાના ખબર કાઢવા પહોંચી ગયા હતા. સૌથી પહેલા તેઓએ હોસ્પિટલમાં જઈને તબીબોને માતા હીરાબાના સ્વાસ્થય વિશે માહિતી મેળવી હતી. જેના બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતા. ત્યારે આજે પીએમ મોદી રાજભવનમાં રાત્રિરોકાણ કરે તેવી શક્યતા છે. આ વચ્ચે તેમની હોસ્પિટલમાં જતા સમયની તસવીર સામે આવી છે. જેમાં તેઓ અત્યંત ચિંતિત જોવા મળ્યા હતા. પીએમ મોદી હીરાબાના વ્હાલા હતા, જેથી માતાના સ્વાસ્થય અંગેની તેમની ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી. જોકે, હીરાબાની તબિયત સુધારા પર હોવાથી પીએમ નરેન્દ્ર મોદી સાંજે દિલ્હી જવા રવાના થઇ શકે છે. ત્યારે હોસ્પિટલની અંદરના વિઝ્યુઅલ સામે આવ્યા છે.
દિગ્ગજોએ હીરાબાના સ્વાસ્થય માટે કામના કરી
પીએમ મોદી આજે રાતનું રોકાણ રાજભવન કરે તેવી પણ સંભાવના છે. જો કે હીરાબાની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ તરફથી પણ બુલેટિન બહાર પડે તેવી શક્યતા છે. સવારે સામાન્ય બ્લડપ્રેશરની તકલીફના કારણે હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો પણ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. આ વચ્ચે હીરાબાના સ્વાસ્થય માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ આ અંગે ટ્વીટ કરી હતી. તો કોગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરી હીરાબાના સ્વાસ્થય માટે કામના કરી.
ખેડૂતે લગાવેલ કરંટવાળી વાડથી તેના જ પરિવારના 3 ના મોત, આખા ગામમાં માતમ છવાયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube