PM Modi Teacher Death તેજસ દવે/મહેસાણા : પીએમ નરેન્દ્ર મોદીના શિક્ષક પીજી પટેલનું નિધન થયું છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તેના બાદ અમદાવાદમાં પોતાના તમામ શિક્ષકોનું સન્માન કર્યુ હતું. જેમાં પ્રહલાદભાઈ પટેલનું પણ સન્માન કર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનના વડનગરમાં રહેતા શિક્ષક પ્રહલાદભાઈ પટેલનું નિધન થયું છે. ગત 6 ડિસેમ્બરના રોજ પ્રહલાદભાઈનું નિધન થયું હતું. પ્રહલાદભાઈ પટેલ વડનગરની બીએન હાઈસ્કૂલમાં શિક્ષક હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું માધ્યમિક શિક્ષણ બીએન હાઈસ્કૂલમાં લીધું હતું. મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાના ગુરુઓનું સન્માન કર્યુ હતું. જેમાં અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રહલાદભાઈનું પણ સન્માન કર્યુ હતું. પ્રહલાદભાઈ પટેલનું 84 વર્ષની વયે નિધન થયું છે. 



અનેકવાર પ્રધાનમંત્રી મોદી પોતાના સંબોધનમાં પોતાના શિક્ષકોનો ઉલ્લેખ કરતા હોય છે. તેઓ હંમેશા પોતાના શિક્ષકોને યાદ કરે છે. ગુજરાતના સીએમ તરીકે, તેમણે અમદાવાદમાં ગુજરાત કોલેજમાં એક કાર્યક્રમમાં તેમના શિક્ષકોનું સન્માન કર્યું હતુ. જ્યારે પણ તેઓ ગુજરાતના પ્રવાસે જતા અને તેમને મળવાનો મોકો મળતો ત્યારે તેઓ તેમના શિક્ષકોના આશીર્વાદ લેવા ચોક્કસ ત્યાં પહોંચી જતા હતા.