PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આજે પણ પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી કેવડિયામાં નવા પ્રોજેક્ટનું ખામુહૂર્ત અને લોકાર્પણનું આયોજન પણ છે. પીએમ મોદીનો આ ટૂંકો પ્રવાસ હશે જ્યાં તેઓ કેવડિયા અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાર્યક્રમમાં હાજરી આપશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ મોદીનો અંતિમ પ્રવાસ હશે.

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube