ગાંધીનગર :પીએમ દીકરાને આર્શીવાદ આપ્યા બાદ હીરા બા રાયસણ ખાતે વોટ આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાયને રોટલી ખવડાવ્યા બાદ વિપક્ષી નેતા પરેશ ધાનાણી વોટ આપવા નીકળ્યા


શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમની જેવા અનેક લોકોને પ્રોત્સાહિત કરે છે. નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  


હીરા બાના આર્શીવાદથી લઈને ખુલ્લી જીપમાં અડધા કિલોમીટરની સવારી સુધીના PMના Photos જુઓ


કહેવાય છે કે, હીરા બાએ દીકરાને જે ચુંદડી આપી હતી, તે પાવાગઢના કાલકા મંદિરની ચુંદડી છે. પીએમ મોદી શક્તિના મોટા ઉપાસક છે, તો હાલમાં જ તેમણે નવરાત્રિના ઉપવાસ કર્યા હતા. તેથી માતાના આવી રીતે આર્શીવાદ મેળવીને તેમણે પણ ધન્યતા અનુભવી હતી. તેમણે નવરાત્રિના ઉપવાસ કર્યા હોવાથી જ હીરા બાએ તેમને કાલકા માતાના મંદિરની ચુંદડી આપી આર્શીવાદ આપ્યા હતા.