PMનો ગુજરાત પ્રવાસ LIVE: 15 ઓગસ્ટના રોજ આપેલા પંચપર્ણને PM મોદીએ ફરી યાદ કરાવ્યા
PM`s Gujarat tour LIVE: અમદાવાદ એરપોર્ટ પર બે કલાક સીએમ સહિતના દિગ્ગજો સાથે બેઠક કર્યા બાદ પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે. પીએમ મોદી ખાદી ઉત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર બે કલાક સીએમ સહિતના દિગ્ગજો સાથે બેઠક કર્યા બાદ પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખાદી મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યાં 7500 ચરખાથી મહિલાઓ વણાંટનું કામ કરશે. ખાદી ઉત્સવમાં ચરખા ગોઠવવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરમાંથી ચરખા સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા તમામ લોકો સફેદ કપડાં પહેરીને આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે. આ સિવાય પીએમ મોદી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કરશે.
PMનું સંબોધન LIVE:
પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ
- આવનારા તહેવારોમાં ખાદી ગ્રામોદ્યોગમાં બનેલી વિવિધ વસ્તુઓ જ ઉપહાર તરીકે આપવા સૌને અપીલ કરું છું. તમારા એક પ્રયત્નથી ગરીબોનું જીવન સુધરશે. વિદેશમાં જાઓ તો પોતાના પરિવારને પણ ભેટમાં ખાદી આપજો. હું દેશવાસીઓને એક આગ્રહ કરું છું. દૂરદર્શન પર સ્વરાજ નામની ધારાવાહિક શરૂ થઈ છે. દેશની આઝાદીની લડાઈ માટેની આ રિસિયલને વર્તમાન પેઢીને પરિવાર સાથે બતાવો.
- - છેલ્લા કેટલાંક દાયકાઓમાં વિદેશી રમકડાંની દોડમાં ભારતનો પોતાનો સમૃદ્ધ રમકડા ઉદ્યોગ નાશ પામતો હતો. પરંતુ સરકારના પ્રયાસો, રમકડા ઉદ્યોગ સાથે જોડાયેલા આપણા ભાઈ-બહેનોની મહેનતથી હવે પરિસ્થિતિ બદલાવા લાગી છે. હવે વિદેશથી આયાત થતા રમકડાંમાં ભારે ઘટાડો થયો છેઃ પીએમ
- હું દેશની જનતાને પણ એક અપીલ કરવા માંગુ છું. આવનારા તહેવારોમાં આ વખતે ખાદી ગ્રામોદ્યોગમાં બનેલી વસ્તુઓ જ ગિફ્ટ કરો. તમે વિવિધ પ્રકારના કાપડમાંથી બનાવેલા કપડાં લઈ શકો છો. પરંતુ જો તમે તેમાં ખાદીને સ્થાન આપો છો, તો વોકલ ફોર લોકલ અભિયાનને વેગ મળશે: PM
ખાદી sustainable clothingનું ઉદાહરણ છે, ખાદી એ eco-friendly clothingનું ઉદાહરણ છે. ખાદીમાં સૌથી ઓછા carbon footprint છે. એવા ઘણા દેશો છે જ્યાં તાપમાન વધારે છે, ખાદી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ખાદી વૈશ્વિક સ્તરે એક વિશાળ ભૂમિકા ભજવી શકે છે: PM
- ભારતના ખાદી ઉદ્યોગની વધતી શક્તિમાં મહિલા શક્તિનો પણ મોટો ફાળો છે. ઉદ્યોગ સાહસિકતાની ભાવના આપણી બહેનો અને દીકરીઓમાં સમાયેલી છે. ગુજરાતમાં સખી મંડળોનું વિસ્તરણ પણ તેનો પુરાવો છેઃ પીએમ
- અમે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનમાં પરિવર્તન માટે ખાદીનો સંકલ્પ ઉમેર્યો.
- અમે ગુજરાતની સફળતાના અનુભવોને સમગ્ર દેશમાં ફેલાવવાનું શરૂ કર્યું.
- દેશભરમાં ખાદીને લગતી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
- અમે દેશવાસીઓને ખાદી ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા: PM
- આઝાદીની ચળવળ વખતે ગાંધીજીએ જે ખાદીને દેશનું સ્વાભિમાન બનાવ્યું હતું, એ જ ખાદી આઝાદી પછી હીન ભાવનાથી ભરી દેવામાં આવી.
- જેના કારણે ખાદી અને ખાદી સાથે સંકળાયેલ ગ્રામોદ્યોગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
- ખાદીની આ સ્થિતિ ખાસ કરીને ગુજરાત માટે ખૂબ જ પીડાદાયક હતીઃ પીએમ
- 15મી ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી પંચ-પ્રાણની વાત કરી હતી.
- આ પવિત્ર સ્થાન પર સાબરમતીના કિનારે, હું પંચ-પ્રાણનું પુનરાવર્તન કરવા માંગુ છું.
- પહેલું- દેશની સામે એક વિશાળ લક્ષ્ય, વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય
- બીજું- ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ ત્યાગ: PM
- ત્રીજું - આપણા વારસા પર ગર્વ છે
- ચોથું- રાષ્ટ્રની એકતા વધારવાનો મજબૂત પ્રયાસ
- પાંચમું- નાગરિક ફરજ: PM
- ઈતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક દોરો આઝાદીની ચળવળનું બળ બન્યો, તેણે ગુલામીની સાંકળો તોડી નાખી. ખાદીનો સમાન દોરો વિકસિત ભારતના વચનને પૂર્ણ કરવા, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે: PM
- અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જોડતો નથી, પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે. ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવની ડિઝાઇનમાં પણ ધ્યાન રાખવામાં આવ્યું છેઃ પીએમ
- ચરખા પર ચાલવા વાળા તમારા હાથ ભારત નું ભવિષ્ય પણ ગુંથી રહ્યું છે
- જેમ એક દીવો અંધારાને પરાસ્ત કરી દે છે, એવી જ રીતે આ ચરખો પણ દેશના ભવિષ્ય ને આગળ લઈ જશે
આ અટલ બ્રિજ શ્રી વાજપેયીજીને ભાવભીની શ્રદ્ધાંજલિ છે
- અટલ બ્રિજ સાબરમતીના બે કિનારાને જ નથી જોડતા, ડિઝાઇન અને ટેકનોલોજીમાં પણ સર્વોત્તમ છે
- તેની ડિઝાઇન પતંગ મહોત્સવની યાદ અપાવે છે.
- આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાદી ઉત્સવ યોજીને શહીદોને માન આપ્યું છે
- આઝાદી સમયે જેમ ચરખો એક અલગ ઉર્જા આપતો હતો, એવો જ અનુભવ આજે સાબરમતી ના કિનારે થયો છે
- ક્યારેક ક્યારેક મને લાગે છે કે જેમ એક ભક્ત ભગવાન ની પૂજા ના સામાન નો ઉપયોગ કરે છે, એમ ચરખો ચલાવવો પણ ભગવાન ની ભક્તિથી ઓછું નથી
- મારા નાનપણમાં ચરખો અમારા ઘરમાં રહેતો હતો, આર્થિક ઉપાર્જન માટે મારી માતા ચરખો ચલાવતા હતા
- મારા માટે ચરખો ચલાવવો એ ભાવુક પળ હતી
- મારું સૌભાગ્ય છે કે મને પણ કેટલીક પળો માટે ચરખો કાંતવાનો મોકો મળ્યો
- આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિતે 7500 ચરખા પર સુતર કાંતિ ને ઇતિહાસ રચ્યો છે
- સાબરમતીનો આ કિનારો આજે ધન્ય થઈ ગયો છે
સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
- સ્વતંત્રતાના સંગ્રામમાં અમદાવાદનો અનેરો ફાળો છે
- ગાંધી, ખાદી અને આઝાદીનો અનેરો સમન્વય છે
- ભારતે વિશ્વને સ્વરાજ્યથી સુરાજ્યનો રસ્તો બનાવ્યો છે
- ખાદી એ વસ્ત્ર નથી પણ આંદોલન છે
- જુના વાડજ ખાતે નવનિર્મિત ખાદી ગ્રામોદ્યોગ ભવનનું pm હસ્તે લોકાપર્ણ કરાયું
- સાબરમતી રિવરફ્રન્ટ પરના ફૂટ ઓવરબ્રિજ (અટલ બ્રીજ) નું લોકાપર્ણ કરાયું
- સ્ટેજ ઉપર pm, cm, પ્રદેશ પ્રમુખ, મેયર કિરીટ પરમાર, કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત, ખાદી વિકાસ ગ્રામોદ્યોગના ચેરમેન ઉપસ્થિત
- પ્રધાનમંત્રીનું મુખ્યમંત્રીના હસ્તે ચરખો આપી સ્વાગત
- પીએમ મોદીએ ચરખો કાંત્યો
- પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી એ ચરખો કાંતવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું
મહત્વનું છે કે, અમદાવાદ એરપોર્ટ પહોંચીને પીએમ મોદીએ ગુજસેલમાં સાંજે 5 વાગ્યા સુધી મીટિંગ કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ અને કે કૈલાસનાથન વચ્ચે ગુજસેલ બિલ્ડિંગમાં 2 કલાકથી વધુ સમય મીટિંગ ચાલી હતી. આ પહેલાં સીઆર પાટીલ અને જગદીશ પંચાલ અને ત્યારબાદ હર્ષ સંઘવી રવાના થયા હતા. પોલીસ કમિશનર અને IB ના વડા ગુજસેલથી રવાના થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube