જામનગર : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહ દ્વારા પોલેન્ડવાસીઓની કરવામાં આવેલી મદદને પોલેન્ડ આજે પણ નથી ભુલ્યું. ભુતકાળમાં એક શાળા અને સ્કવેર બાદ નવી શરૂ થયેલી ટ્રામને જામ દિગ્વિજયસિંહનું નામ આપવામાં આવ્યું હતું. જે એક ભારતીય અને ખાસ કરીને તમામ ગુજરાતીઓ અને જામનગરવાસીઓ માટે ગર્વ લેવાની બાબત છે. પોલેન્ડ સ્થિત ભારતીય દુતાવાસમાં હાલ આઝાદીના અમૃત મહોત્વસની શરૂઆત કરાઇછે. ત્યારે ભારતીય રાજદુત નગમા મલિક અને વ્રોકલોવના મેયર જોસેફ સુત્રિકે ઇન્ડિયા એટ ટ્રામ ડોબરી મહારાજા નામથી ઉદ્ધાટન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ડ્રગ્સ રેકેટનાં પાયા હલાવી નાખવા માટે ખુબ જ ચાવીરૂપ 3 આરોપી ઝડપાયા


પોલેન્ડમાં જામનગરમાં પૂર્વ મહારાજ જામ દિગ્વિજયસિંહને ડોબરી મહરાજાના નામથી ઓળખાય છે. પોલેન્ડની ભાષામાં ડોબરીનો અર્થ સારા પ્રકારનું થાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને સ્ટાલીને પોલેન્ડ પર આક્રમક કર્યું અને પોલેન્ડને ખંઢેર કરી દીધું હતું. જેના પગલે પોલેન્ડે બ્રિટનને અપીલ કરી અને પોતાના બાળકોને આશ્રય માટે અપીલ કરી હતી. તે સમયે જામનગર મહારાજ બ્રિટિશ ઇમ્પિરિયલના સભ્ય હતા. તેને ખબર પડતા જ તેમણે બાળકોને આશ્રય આપવાની તૈયારી દર્શાવી હતી.


GUJARAT CORONA UPDATE: નવા 46 કેસ, 33 દર્દી સાજા થયા એક પણ મોત નહી


જ્યારે ભારત આઝાદ થઇ ગયુ તેમ છતા દિગ્વિજયસિંહે પોતાના ખર્ચે આ બાળકોના રહેવાની વ્યવસ્થા કરી હતી. તેમના ભણવાની પણ વ્યવસ્થા કરી હતી. જામનગર નજીકના બાલાચડી નજીક કેમ્પનું નિર્માણ કર્યું હતું. એખ હજાર જેટલા પોલીસ બાળકોને આશ્રય અપાયો અને તેઓ યુવાન થયા ત્યાં સુધી તેમનો ખર્ચ નિભાવ્યો હતો. આ ઉપરાંત બાળકો પોતાની સંસ્કૃતિ ન ભુલે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામ સાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આજે પણ પોલેન્ડમાં એક શાળા અને પાર્કનું નામ જામનગર મહારાજ પરથી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube