Police સામે પોલીસની કાર્યવાહી, પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કરશે તો ખેર નથી
પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો ખેર નથી. કારણ કે ટ્રાફિક JCP દ્વારા આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: અત્યાર સુધી ટ્રાફિક પોલીસ (Traffic police) ટ્રાફિક નિયમન (Traffic Rules) નો ભંગ કરતા વાહન ચાલકો ને દંડ કરતી હતી. જો કે હવે રસ્તા પર પોલીસ (Police) જ પોલીસ ને દંડ કરશે. ટ્રાફિક JCP દ્વારા એક અઠવાડિયા સુધી ટ્રાફિકના નિયમોને ભંગ કરનાર પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે ની ડ્રાઇવનું આયોજન કર્યું છે.
પોલીસ કર્મચારીઓ જો હવે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યો તો ખેર નથી. કારણ કે ટ્રાફિક JCP દ્વારા આવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જો ટ્રાફિક પોલીસ (Traffic police) તેમના વાહન પર P લખાવેલું હશે, ત્રણ સવારી હશે, હેલ્મેટ નહિ પહેર્યું હોય, ગાડીમાં બ્લેક ફિલ્મ હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
તારીખ 23 જુલાઇ થી 29 જુલાઇ સુધી ટ્રાફિક વિભાગ દ્વારા આ ડ્રાઇવ (Drive) કરવામાં આવશે. જેમાં જ્યાં પોલીસ કર્મચારી ઓની અવર જવર હશે ત્યાં પોલીસ (Police) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી માં વાત કરીએ તો ત્રણ દિવસ માં 12 પોલીસ કર્મચારીઓ પાસે થી 5900 દંડ ફટકારવામાં આવ્યો છે.
Rainfall: લોધિકામાં રાજ્યનો સૌથી વધુ 8 ઈંચ વરસાદ, છોટાઉદેપુર, કવાંટ, બેચરાજીમાં 6 ઈંચથી વધુ વરસાદ
જો કે આ સિવાય જાહેરનામા નો ભંગ કરીને શહેર માં પ્રવેશ કરતા ભારે વાહનો અને રોંગ સાઈડ (Wrong Side) માં આવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે આ સાથે કોઈ પોલીસ (Police) ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા પકડશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube