અમદાવાદ : અમદાવાદનો સમાવેશ કેન્દ્ર સરકાર દ્વારા રેડ ઝોનમાં કરાવવામાં આવ્યો છે. રેડ ઝોન વિસ્તારોમાં પોલીસ દ્વારા કડકાઇથી લોકડાઉનનું પાલન કરાવે છે. જો કે વસ્ત્રાપુર વિસ્તારની એક મહિલા જાનકી શાહ દ્વારા પોતાને કોઇનો ભય નહી હોવાનો અને પોતે ફરવા નિકળી હોવાના દાવા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વસ્ત્રાપુર પોલીસનાં ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મરકજ અને જમાતિઓના બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલો મોટો ખુલાસો, વિદેશથી આ પ્રકારે આવતા હતા અઢળક રૂપિયા
વસ્ત્રાપુર ગોયલ ઇન્ટરસિટીમાં રહેતી જાનકી શંકરભાઇ શાહ ગત્ત ગુરૂવારે ભાઇકાકાનગર જવા માટે નિકળી હતી. આ મહિલાએ રસ્તામાં પોતાની ગાડીમાંથી વીડિયો બનાવ્યો હતો. જેમાં તે કોઇથી ડરતી નહી હોવાનો અને ફરવા માટે નિકળી હોવાની ડંફાસો પણ હાંકી હતી. આ વીડિયો તેણે TIKTOK પર અપલોડ કર્યો હતો. 


ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી, પણ....
જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વસ્ત્રાપુર પોલીસનાં ધ્યાને પણ આ વીડિયો આવતા પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરીને તેનો તમામ ફાંકો કાઢી નાખ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube