સુરત : ઉમરા પોલીસે છેલ્લા 15 વર્ષમાં ચોરી-ચેઇન સ્નેચિંગના 81 ગુનેગારો પાસેથી 1 કિલોથી વધારે સોનાના દાગીના કબ્જે કરી બેંક લોકરમાં મુક્યા હતા. જો કે દાગીના પરત લેવા માટે તેના માલિકો આવતા ન હતા. પોલીસ આવા 25 લોકોને બોલાવ્યા હતા. જે પૈકી 5 જ લોકોએ દાગીના લેવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં આરોપીઓ પકડાતા ઉમરા પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેમા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સપેક્શન દરમિયાન ઉમરા પીઆઇનું ધ્યાન બેંક લોકરમાં મુકેલા રિકવર થયેલો મુદ્દામાલ પર ગયું હતું. જેમાં ઘણા બધા દાગીના હોવાથી તેમણે ડિટેક્ટ થયેલા ગુનાઓનો માલ પરત કરવા માટે લોકોનો સંપર્ક કર્યો હતો. 2006માં કાપડ વેપારી કિશનભાઇના પત્નીની 3 તોલાની ચેઇન ભટાર પાસેથી તોડી ગયા હતા. આ કેસમાં આરોપી મુદ્દામાલ સાથે પકડાયા હતા. ઉમરા પોલીસે સામેથી જાણ કરી ત્યારે ગાયત્રીબેન મુદ્દામાલ છોડાવવા માટે ગયા હતા. 


ઘોડદોડ રોડ પર રહેતા કાપડના વેપારી નીતિનભાઇ ગુપ્તાની પત્નીના ગળામાંથી વર્ષ 2005માં 25 હજારની કિંમતની 4 તોલાની ચેઇન સ્નેચિંગ થઇ હતી. નીતિનભાઇના અનુસાર આરોપી પકડાયા ત્યારે ચેઇન મેળવવા ગયા. જો કે તેમણે ચેઇન મળવાની આશા છોડી દીધી હતી. હવે પોલીસના કારણે અમારી લોટરી લાગી છે. 4 તોલાના સોનાનો ભાવ બે લાખ જેટલો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube