PM મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ, અમદાવાદ-સુરતમાં કેવો હશે પોલીસ બંદોબસ્ત?
PM Modi`s Gujarat visit: ટ્રાફિક ન થાય તે માટે પોલીસની 44 જેટલી ક્રેન રૂટ પર કાર્યરત રહેશે. કાર્યક્રમમાંથી મોડી રાત્રે ફરતી વખતે લોકોને હાલાકી ન પડે તે માટે દરેક ટ્રાફિક જંકશન પર બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, જેને પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29મી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી દ્વારા 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે, જે કાર્યક્રમમાં અંદાજે 1.25 લાખ લોકો હાજર રહેવાના હોવાથી પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થાઓ કરાઈ છે.
ટ્રાફિક ન થાય તે માટે પોલીસની 44 જેટલી ક્રેન રૂટ પર કાર્યરત રહેશે. કાર્યક્રમમાંથી મોડી રાત્રે ફરતી વખતે લોકોને હાલાકી ન પડે તે માટે દરેક ટ્રાફિક જંકશન પર બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ વખત 5 જેટલા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં કોઈ પણ જગ્યાએ ટ્રાફિક સર્જાય તો તરત જ ડ્રોન કેમેરામાં દેખાય અને તે ટ્રાફિકને દૂર કરી શકાય. અમદાવાદમાં કુલ 30 હજાર કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે.
સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 29 તારીખના રોજ ગોડાદરા અને લીંબાયત વિસ્તારમાં અનેક રોડ બંધ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ પ્રતિબંધ રહેશે. સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ નહિ થાય ત્યાર સુધી પ્રતિબંધ રહેશે. જેમાં બે રૂટ બંધ રાખવામાં આવશે.
રૂટ :1
ગોડાદરા ચાર રસ્તાથી મહારાણા પ્રતાપ ચોક, કંઠી મહારાજ ચાર રાસ્તા , સંજયનગર થઈ નીલગીરી અને નવા નગર સુધી રૂટ સામાન્ય વાહનો માટે બંધ રહેશે
રૂટ:2
ગોડાદરા ચાર રાસ્તાથી , વેધનાથ મંદિર, રામનગર ચાર રાસ્તા, સંજયનગર ચોકી, થઈ નીલગીરી સર્કલ સુધી બંને માર્ગો સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ નહિ થાય ત્યાં સુધી બંધ રહેશે. 29 તારીખના રોજ વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે અને નીલગીરી મેદાનમાં જાહેર સભા સંબોધન કરશે અને અઢી કિલોમીટરનો રોડ શો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube