ગળતેશ્વર પૂલ ખાતે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, નીચાણવાળા ગામોમાં સર્તકતા રાખવા સૂચના
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આજે તા. ૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.
વડોદરા: કડાણા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વણાકબોરી આડબંધના માધ્યમથી આગમનને પગલે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લા વહીવટી તંત્રની સર્વ પ્રકારે સતર્કતા રાખવાની સૂચનાના અનુસંધાને સાવલીના પ્રાંત અધિકારી દ્વારા ડેસર તાલુકાના ગળતેશ્વર પૂલ ખાતે, વધતા જળ સ્તરને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લાંછનપુર ગામના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદી કાંઠે ન જવા સહિતની તકેદારીઓ પાળવા સાવધાન કરવામાં આવ્યા છે.
હાલ ત્યાં સ્થળાંતર ની કોઈ જરૂર જણાઈ નથી. જ્યારે વડોદરા તાલુકાના મામલતદાર અને પોલીસ તંત્રને સિંધરોટ તેમજ અન્ય નીચાણવાળા ગામોમાં તકેદારી અને સાવધાનીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
Kisan Credit Card Scheme: ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, મળશે 1.60 લાખ રૂપિયા!
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આજે તા. ૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.
આ બેઠકમાં રાહત નિયામકશ્રી સી.સી. પટેલ ઉપરાંત NDRF, SDRF, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, SSNNL, GMB, GSDMA સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અઘિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube