મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેરની વેજલપુર પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે કે તેના કારનામાંથી પુરુષ પણ શરમાઈ જાય. સમાન્ય રીતે વાહણચોરી કરતી ગેગમાં પુરુષ ટોળકીની ધરપકડ થતી હોય છે. પરંતુ વેજલપુર પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરીના અડધોડઝન એકટીવા કબ્જે કરેલા છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં એક જ દિવસમાં 6 એકટીવા વાહનોની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ આંદોલન યથાવત્ત: જો માંગ સંતોષાય તો જ નહી તો છેલ્લા શ્વાસ સુધી આંદોલન ચાલુ રહેશે


પહેલા તો પોલીસને એમ હતું કે, આ વાહનો ચોરી કરવામાં કોઈ ઓર્ગેનાઇઝ ગેંગની સંડોવણી હોઈ શકે છે. પરંતુ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ કરી તો એક મહિલા ઉપર શંકા ગઈ. જેમાં મહિલાની તપાસ કરતા તો એને પકડીને કાર્યવાહી કરવામાં આવી. આરોપી રાબીયા બાનું ઉર્ફે સાનિયા આપાની પૂછપરછ શરૂ કરી તો તેની પાસેથી અલગ અલગ 6 એકટીવા ચોરીની મળી આવેલ. તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા પેહલા રેકી કરતી હતી અને ત્યાર બાદ માસ્ટર કી દ્વારા ચોરી કરીને ફરાર થઈ જતી હતી.



(ઝડપાયેલી મહિલા આરોપી ચોરી કરેલી એક્ટિવા સાથે)


GUJARAT POLICE ના આંદોલન વચ્ચે હવે આબકારી વિભાગના કર્મચારીઓએ રણશિંગુ ફૂંક્યું


જોકે મહિલાની તપાસ કરવામાં આવી તો મહિલા અગાઉ પણ NDPS કેસમાં પકડાઈ ચુકી છે. આ મામલે ઝોન-7 DCP પ્રેમસુખ ડેલુંનું કેહવું છે કે આ મહિલા સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ અને આ મહિલાએ આ સિવાય અન્ય કોઈ વાહનની ચોરી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસ દ્વારા આ અંગે વધારાની તપાસ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube